સાંસદોને પગાર વધુ વ્હાલો

August 4, 2017 at 8:58 pm


અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ઘણું મહત્વનું કામ બાકી છે. અનેક ખરડા પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ બક્ષવાનું છે. એવામાં વળી સત્તાધારી પક્ષના જ એક સંસદસભ્યે સંસદ સભ્યોના પગાર વધારાનો મુદ્દો ઉખેળ્યો. આવી મોંઘવારીમાં સાંસદોને બે છેડા ભેગા કરવામાં હાલ મળતું વેતન ઘણું ઓછું કહેવાય. એટલે સરકાર માઈબાપે એ દિશામાં ઘટતું કરવું જોઈએ. ટૂંકમાં પગાર વધારો કરો. સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રમાં પગાર વધારાની વાત નીકળે એટલે શીરાની જેમ બધાના ગળે એ ઉતરી જાય પરંતુ મજાની વાત એ બની કે ભાજપ્ના જ સભ્ય વરુણ ગાંધીએ પોતાના જ પક્ષના સભ્યના એ પ્રસ્તાવ સામે વિરોધ કર્યો.

વરુણ ગાંધીએ બોલવામાં કંઈ જ બાકી ન રાખ્યું. તેમણે સંસદસભ્યોને મળતા વેતન ભથ્થાંનો માંડીને હિસાબ રજૂ કર્યો. સાંસદોના વેતનમાં છેલ્લા દસ વર્ષમાં અધધ 400 ટકા વધારો થયો હોવાનો વરુણે ચીતાર આપ્યો. તેમણે બ્રિટનના સાંસદોની આ સાથે તુલના કરી દેખાડીને કહ્યું કે આ જ સમયગાળામાં બ્રિટિશ સાંસદોનો પગારવધારો માત્ર 13 ટકા જ થયો છે. સંસદના ગયા શિયાળુ સત્રની વાત કરીએ તો ચોક્કસ આંચકો લાગશે. એ સત્રમાં પણ વિપક્ષી ધાંધલ અને સૂત્રોચ્ચારને લઈને કાર્યવાહી સતત ખોરંભે પડી પરિણામે આખા સત્રમાં માત્ર 16 ટકા જ ખરડા પસાર થયા. સંસદનું આખું શિયાળુસત્ર જાણે ઠંડીમાં થીજી ગયું. કરવેરાને લગતા ખરડા સામાન્ય રીતે ચકાસણી માટે પ્રવર સમિતિ સમક્ષ મોકલવામાં આવે છે. પરંતુ સંસદના બંને ગૃહમાં કાર્યવાહી ખોરવાઈ જતી હોવાને કારણે એ ખરડા ચચર્િ વિના જ પસાર થઈ ગયા હતા. એક જમાનો એવો પણ હતો જ્યારે સંસદનું સત્ર વર્ષ દરમિયાન 123 દિવસ ચાલતું હતું.

આપણા ત્યારના સાંસદો પૂરી તૈયારી સાથે ચચર્મિાં સામેલ થતા ખેલદિલીપૂર્વક વિરોધ અને શાસકપક્ષના સંસદસભ્યો અર્થપૂર્ણ મુદ્દાઓ ઉપસ્થિત કરી ચચર્િ કરીને છેવટે ખરડાને આખરી અંજામ આપતા. 1952ના સંસદના સત્રની આ વાત છે. આજે સંસદનું સત્ર માત્ર 75 દિવસનું થઈ ગયું છે. સંસદમાં સરકાર વિપક્ષોની ગેરહાજરીમાં ઘણી વખત બહુમતીના જોરે ચચર્િ વિના જ પસાર કરાવી દે છે. કોઈ પણ ખરડો ચચર્િ વિના પસાર થઈ જાય એ આદર્શ સ્થિતિ નથી જ. ચચર્િ થાય તો જ ખરડાની સારી અને નરસી બાજુ આપણી સમક્ષ ઉજાગર થાય. સંસદના સત્રના કામકાજના દિવસો ઘટી ગયા છે એમાંય વળી સંસદસભ્યો ગૃહમાં ગેરહાજર રહેતા હોય છે.
આપણા ચૂંટાયેલા મહાનુભાવ સાંસદો કેટલી બધી સાહ્યબી ભોગવી રહ્યા છે એ તો સર્વવિદિત છે જ. આ વિષયમાં પણ ઘણું લખાયું છે એટલે એની ચચર્મિાં ન ઉતરતાં એટલું જરૂર નોંધવું જોઈએ કે સંસદના એક સત્રની કાર્યવાહીનો ખર્ચ કરોડો રૂપિયાનો થાય છે. આ કાર્યવાહી ખોરવાઈ જાય અને કંઈ પણ કામકાજ વિના સત્ર પૂરું થઈ જાય એનો અર્થ કરદાતાનાં નાણાંનો ગુનાહિત વેડફાટ. બીજું શું કહી શકાય? હવે વધુ વેતન મળશે અને વધુ સવલતો મળશે તો સાંસદો નિષ્ઠા દાખવશે ખરા? આ સવાલનો જવાબ એ જ છે કે તેઓ વધુ જાહોજલાલી કરશે.

print

Comments

comments

VOTING POLL