સાંસદ અને ધારાસભ્ય અન્ય બિઝનેસ કેવી રીતે કરી શકે?: સુપ્રીમનો સવાલ

September 13, 2017 at 11:15 am


સુપ્રીમ કોર્ટે કેટલાક સાંસદો અને ધારાસભ્યોની સંપતિમાં 500 ટકા જેટલા ધરખમ વધારા પર સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે, જલો સાંસદ કે ધારાસભ્ય એમ કહે કે તેમની આવકમાં વધારો બિઝનેસને કારણે થયો છે તો મહત્વનો સવાલ એ છે કે, સાંસદ અને ધારાસભ્ય હોવાથી તેઓ કોઈ બિઝનેસ કેવી રીતે કરી શકે? ભ્રષ્ટ નેતાઓ સામે કેવા પ્રકારની તપાસ થાય અને તેમની સામે ફાસ્ટ ટ્રેક અદાલતોમાં કેસ ચાલે તે અંગે વિચારવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે વર્ષો પહેલા એન.એન.વોરા સમિતિનો રિપોર્ટ આવ્યો છતાં તેની ભલામણોનો અમલ કેમ ન કરાયો? સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જનતાને જાણ હોવી જોઈએ કે નેતાઓની આવક કેટલી છે અને તેને શા માટે છુપાવીને રાખવામાં આવે છે. જો કોઈ સાંસદ કે ધારાસભ્ય જણાવી દે કે તેની આવકનો સ્ત્રોત કયો છે તો પણ એ જોવું પડશે કે તે આ સ્થિતિમાં કેવી રીતે આવ્યો.

print

Comments

comments

VOTING POLL