સાઉદીમાં મહિલા કાર્યકરને ગળુ કાંપી મોતની સજા થશે

August 22, 2018 at 7:45 pm


મહિલા કાર્યકરોની મુક્તિની માંગને લઇને કેનેડાની સાથે સંબંધોમાં તંગદિલી બાદ હવે સાઉદી અરબ પ્રથમ મહિલા કાર્યકરને મોતની સજા આપવાની તૈયારીમાં છે. મહિલા કાર્યકરને ગરદન કાપીને મોતને ઘાટ ઉતારવામાં આવશે. પ્રથમ મહિલા કાર્યકરને આ રીતે સજા કરવામાં આવનાર છે. 29 વર્ષની ઇશરા અલ ઘાેંઘમને તેના પતિ મુસાની સાથે ડિસેમ્બર 2015માં પકડી લેવામાં આવી હતી. આ બંને ઉપર પૂવીૅય કાતિફ પ્રાંતમાં અરબ ક્રાંતિ બાદ સરકાર વિરોધી પ્રદર્શન યોજવાનાે આક્ષેપ કરવામાં આવ્યો હતાે. આ મહિને રિયાદની ખાસ અદાલતે સુનાવણી દરમિયાન ઇશરા અને અન્ય પાંચને ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ કઠોર સજા ફટકારવામાં આવી હતી. ગરદન કાપીને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. કાર્યકરો હવે આ ચુકાદાની સામે અપીલ કરી ચુક્યા છે જેના ઉપર આેક્ટોબર મહિનામાં ચુકાદો આવનાર છે. જો મોતની સજા અકબંધ રહેશે તાે કિંગ સલમાનની પાસે મંજુરી માટે મોકલવામાં આવશે જે સામાન્યરીતે મોતની સજા ઉપર લીલીઝંડી આપે છે. જર્મન સ્થિત યુરોપિયન સાઉદી આેગેૅનાઇઝેશન ફોર હ્યાુમન રાઇટ્સના કહેવા મુજબ ઘાેંઘમ એક લોકપ્રિય કાર્યકર છે. આ ચુકાદો રૂઢિવાદી દેશમાં મહિલા કાર્યકરો માટે એક ખતરનાક દાખલો રજૂ કરે છે. તેને તરત મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘાેંઘમને છેલ્લા ત્રણ વર્ષથી કેદમાં રાખવામાં આવી છે. વકીલ રાખવા માટેની પણ મંજુરી આપવામાં આવી નથી. રાજકીય કેદીઆેની મુક્તિ અને સિયા વિરોધી સરકારના ભેદભાવને ખતમ કરવાની માંગ દિનપ્રતિદિન ઉઠી રહી છે. તેના કેસને લઇને અરબી મિડિયા અને સાેશિયલ મિડિયા ઉપર પણ મોતની સજાને લઇને અહેવાલો આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL