સાક્ષી અને રામની જોડી ફરીએકવાર સાથે જોવા મળશે, ‘કરી લે તું ભી મોહબબ્ત’ સીઝન ૨ નું ટ્રેલર રીલિઝ

February 13, 2018 at 2:17 pm


ટીવીની સૌથી પોપ્યુલર જોડી રામ કપૂર અને સાક્ષી તંવર ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે. ટીવીનું સૌથી ફેવરેટ કપલ ‘કર લે તુ ભી મહોબ્બત’ની સીઝન 2 સાથે પાછું એકસાથે આવી રહ્યું છે.ગત વર્ષે આવેલી ‘કર લે તૂ ભી મહોબ્બત’ની સફળતા બાદ સીઝન 2માં પણ રામ અને સાક્ષીનો મીઠો ઝઘડો જોવા મળશે. એએલટી બાલાજી તરફથી આ વેબ સીરીઝનો પ્રોમો લૉન્ચ કરી દેવાયો છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ વેબ સીરીઝમાં રામ કપૂર એક જાણીતા એક્ટરની ભૂમિકા જ્યારે સાક્ષી ડૉક્ટરની ભૂમિકામાં છે. રામને નશો કરવાની આદત છે અને પોતાની સારવાર માટે સાક્ષી પાસે જાય છે જ્યાંથી તેમની લવ-સ્ટોરી શરૂ થાય છે. અહીંથી જ તેમની જીંદગીમાં વળાંકો આવવાનું શરૂ થાય છે.

print

Comments

comments

VOTING POLL