સાત વર્ષ બાદ જંત્રીમાં તોળાતા ફેરફાર: તા.૧ એપ્રિલથી અમલ

February 1, 2018 at 5:11 pm


આશરે સાત વર્ષ પહેલા રાય સરકારે તૈયાર કરેલી જંત્રીમાં ધરખમ ફેરફાર થઈ રહ્યો હોવાનું ટોચના આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે. ચાલુ માસમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પુરી થયા બાદ તુર્ત જ એટલે કે, તા.૧ એપ્રિલથી નવા નાણાકીય વર્ષથી નવી જંત્રીનો અમલ થાય તેવી વાતો બહાર આવી રહી છે.
રેવન્યુ વિભાગના ગાંધીનગરના સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૧માં સરકારે જંત્રી દર જાહેર કર્યા હતા. હવે જયાં વિકાસ થયો છે તે વિસ્તારોમાં જંત્રીના દરોમાં મોટા ફેરફારની શકયતા નિહાળવામાં આવી રહી છે. ૨૦૧૧માં સરકારે જંત્રીના જે દર જાહેર કર્યા હતા તે સામે વ્યાપક લોકરોષ અને વિરોધ ઉઠયા બાદ તેમાં ૫૦ ટકાની રાહત આપવી પડી હતી. છેલ્લા સાત વર્ષથી જંત્રી દરમાં કોઈ ફેરફારો થયા નથી અને હવે ૨૦૧૮માં ફેરફારોની શકયતા છે.
સુત્રોના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડયુટી અને ૧ ટકો રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. અન્ય કેટલાક રાયોમાં માત્ર ૨ ટકા સ્ટેમ્પ ડયુટી છે. અમુક રાયોએ તો જંત્રી દરમાં ઘટાડો પણ કર્યેા છે. ગુજરાતમાં ઘટાડાની આશા ઓછી છે પરંતુ જયાં વિકાસ થયો હશે તેવા વિસ્તારના જંત્રી દરમાં વધારો આવે તેવી ભારોભાર શકયતા છે.

print

Comments

comments

VOTING POLL