સાધના કોલોનીમાંથી ચિટીગ અને બનાવટી દસ્તાવેજ બનાવનાર શખ્સની ધરપકડ

January 11, 2019 at 12:47 pm


નાસતા ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા પેટ્રાેલીગ દરમ્યાન જામનગરના સાધના કોલોની વિસ્તારમાંથી ચિટીગ અને બનાવટી દસ્તાવેજ બનાવનાર શખ્સની ધરપકડ કરીને સાણંદ પોલીસને જાણ કરી હતી.

રેન્જના અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ કરેલા આરોપીઆેને પકડી પાડવા રેન્જ ડીઆઇજી સંદિપસિંઘ દ્વાર સ્પે. સ્કવોડ બનાવવામાં આવી છે રેન્જ સ્કવોડના પીએસઆઇ એમ.વી. પટેલની સુચના અનુસાર સ્કવોડની ટીમ પેટ્રાેલીગમાં હતી ત્યારે હીતેન્દ્રસિંહ, દેવાયતભાઇને હકીકત મળેલી કે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ ગ્રામ્ય સાણંદ પોલીસ સ્ટેશનના ચિટીગ અને બનાવટી દસ્તાવેજમાં નાસતા ફરતા આરોપી પરેશ ઇશ્વરદાસ મોડાવાલા (ઉ.વ.41) હાલ રે. સાધના કોલોની બ્લોક નં. 74 મુળ આર.એ. એવન્યુ રૂમ નં. 31 શાંતીપાર્ક મીરા રોડ મહારાષ્ટ્ર નામનો શખ્સ સાધના કોલોની પાસે છે, આ હકીકતના આધારે ત્યાં દોડી જઇ આરોપીને ઝડપી લઇ હેડ કોન્સ સંદિપસિંહએ ધોરણસર અટક કરી એ ડીવીઝનને સાેંપી આપેલ હતો.

print

Comments

comments

VOTING POLL