સાધુવાસવાણી રોડ પાસે મોબાઈલ શોપમાં આગ લાગતાં રૂા.ચાર લાખનો સામાન ખાક

May 21, 2018 at 4:52 pm


સાધુ વાસવાણી રોડ પાસે વિનાયક કોમ્પ્લેકસમાં આવેલી રૂદ્ર ટેલિકોમ નામની મોબાઈલની દુકાનમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠતા આશરે રૂા.ચાર લાખની સાધન સામગ્રી બળી ગઈ હતી. ફાયર બ્રિગેડની ત્રણ ટીમે મળીને પાણીનો મારો ચલાવી 30 મિનિટમાં જ આગને કાબુમાં કરી લીધી હતી.

દુકાન ચલાવતા રમેશભાઈ કાલાવડિયાએ જણાવ્યું કે, ગત રાત્રે કોઈ કારણે આગ લાગી હતી. જેના કારણે ફનિર્ચર, મોબાઈલો તેમજ સીસીટીવી કેમેરા, વાયરિ»ગ સહિતની સામગ્રી બળી જતાં આશરે રૂા.ચાર લાખનું નુકસાન થવા ઉપરાંત કાઉન્ટરમાં રાખેલી રૂા.35 હજારની રોકડ પણ સળગી ગઈ હતી.

રાત્રિના સમયે લાગેલી આગને કાબુમાં લેવા દુકાનદાર ઉપરાંત અન્ય સેવાભાવી લોકો પણ દોડી આવ્યા હતા જો કે, આગ લાગવા પાછળનું કારણ જાણવા મળી શકયું નહોતું.

print

Comments

comments

VOTING POLL