સાધુ વાસવાણી મિશનના વડા, આધ્યાિત્મક સંત દાદા જે.પી. વાસવાણી બ્રહ્મલીન

July 12, 2018 at 3:23 pm


દેશભરમાં સાધુ વાસવાણી મિશન અંતર્ગત અનેકવિધ સમાજસેવા પ્રવૃિત્ત તેમજ શાકાહારીવાદ માટે જાણીતા બિનસાંપ્રદાયિક-આધ્યાિત્મક સંત દાદા જે.પી. વાસવાણીનું આજે સવારે 9 વાગ્યે પુના વાસવાણી આશ્રમ ખાતે કેટલાક સમયની બિમારી બાદ બ્રûલીન થતાં તેમના વિશાળ અનુયાયી વર્ગમાં ઘેરો શોક અનુભવાયો છે. સદ્ગતનો પાર્થિવ દેહ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. કાલે બપોરે 2 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે ત્યાર બાદ આશ્રમ ખાતે મહાસમાધી અપાશે.

દેશભરમાં અનેકવિધ સામાજિક અને સેવા પ્રવૃિત્ત ચલાવતા સાધુ વાસવાણી મિશનના સ્થાપક દાદા ટી.એલ. વાસવાણીના શિષ્ય અને સાધુ વાસવાણી મિશનના હાલના વડા દાદા જે.પી. વાસવાણી આજે સવારે 9-01 મિનિટે પુના આશ્રમ ખાતે 99 વર્ષની વયે બ્રહ્મલીનથતાં દેશવિદેશમાં પથરાયેલા તેમના વિશાળ અનુયાયી વર્ગમાં આંચકાની લાગણી અનુભવાઈ છે. સદ્ગત દાદા જે.પી. વાસવાણીએ 99 વર્ષ પૂરા કરતાં ચાલુ વર્ષમાં તેમના શતાબ્દી વર્ષ તરીકે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે ત્યારે જ તેમજ શતાબ્દી ઉજવણીના મુખ્ય કાર્યક્રમના 20 દિવસ પહેલાં જ દાદા જે.પી. વાસવાણી બ્રહ્મલીન થયા છે.

દાદા જે.પી. વાસવાણી છેલ્લા કેટલાક સમયથી બિમાર હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર ઉપર હતા અને છેલ્લે તેમની તબિયત લથડતા વેન્ટિલેટર હેઠળ રખાયા હતા. દરમિયાન ગઈકાલે તબિયત અતિ નાજૂક હોવા સબબ વેન્ટિલેટર હટાવીને તેમને પુના આશ્રમ ખાતે લવાયા હતા જ્યાં આજે સવારે તેઆે દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા હતા.

2 આેગસ્ટ-1918ની સાલમાં જન્મેલા દાદા જે.પી. વાસવાણી તેમના ગુરુ અને સાધુ વાસવાણી મિશનના પ્રણેતા દાદા ટી.એલ. વાસવાણીના અનુગામી તરીકે દેશભરમાં અનેકવિધ સામાજિક અને સેવા પ્રવૃિત્ત ચલાવી રહ્યા હતા. દેશવિદેશમાં તેમનો વિશાળ અનુયાયી વર્ગ હોય અને સાધુ વાસવાણી મિશન સંસ્થાઆે પથરાયેલી છે. તેઆે બિનસંપ્રદાયિક અધ્યાિત્મક વડા તરીકે દેશભરમાં ખુબ જ ખ્યાતિ પામેલા છે. ખાસ કરીને તેઆે જીવદયા પ્રવૃિત્ત તેમજ શાકાહારવાદની રાષ્ટ્રવ્યાપી ચળવળ ચલાવી રહ્યા હતા અને તેમની સંસ્થાઆે શાકાહારવાદ માટે દેશભરમાં પુષ્કળ પ્રવૃિત્તઆે કરી રહી છે.

બિનસંપ્રદાયિક આધ્યાિત્મક વડા અને ચૂસ્ત શાકાહારવાદી દાદા જે.પી. વાસવાણી બ્રûલીન થતાં રાજકોટના એડવોકેટ ગોગીયા પરિવારજનો સહિતના ગાંધીધામ, કચ્છ, ભૂજ, અમદાવાદ, ઈન્દોર, ઉજ્જૈન, દિલ્હી, જયપુર, મુંબઈ સહિતના મથકો ખાતેથી તેમના અનુયાયીઆે પુના સાધુ વાસવાણી મિશન આશ્રમ ખાતે રવાના થવા લાગ્યા છે. સદ્ગતનો નશ્વરદેહ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે રખાયો છે. હજુ તેમની અંતિમક્રિયા કયારે કરવી તે નકકી થયું નથી જે હવે પછી જાહેર થનાર છે.

સદ્ગત દાદા જે.પી. વાસવાણી 2 આેગસ્ટ-1918ના રોજ 100 વર્ષ પુરા કરનાર હોય તે અનુસંધાને ચાલુ વર્ષમાં તેમની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઈ રહી હતી. વર્ષભર જુદા જુદા સ્થળોએ સમાજસેવા, પ્રાણી કલ્યાણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. આ ઉપરાંત આગામી તા.31 જુલાઈથી બીજી આેગસ્ટ સુધી તેમનો ખાસ જન્મ શતાબ્દી ઉત્સવ પુના સાધુ વાસવાણી મિશન આશ્રમ ખાતે ઉજવવામાં આવનાર હતો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને પણ નિમંત્રણ અપાયા હતા. દરમિયાન આજે તેમના જન્મદિનના 20 દિવસ પહેલાં જ તેમનું નિધન થયું છે.

વાસવાણી મિશનના સ્થાપક દાદા ટી.એલ. વાસવાણીએ મિશનના માધ્યમથી ચલાવેલી સમાજ સેવા, પ્રાણી કલ્યાણ, શાકાહારવાદ તેમજ બિન સાંપ્રદાયિક આધ્યાિત્મકતાની મશાલ દાદા જે.પી. વાસવાણીએ પણ પ્રજ્જવલિત રાખીને દેશ-વિદેશમાં તેનો પ્રચાર કર્યો હતો.

દાદા વાસવાણીની માનવ-સેવા અવિસ્મરણીયઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી ઃ દાદા જે.પી.વાસવાણીના આજે થયેલા નિધન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે શોક અને આઘાતની લાગણી વ્યકત કરી છે.

એમણે ટવીટર પર મુકેલા શોક સંદેશામાં એમ કહ્યું છે કે, દાદાએ સમાજની સેવામાં જીવન વ્યતિત કર્યું છે અને ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોની અવિરત સેવા કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે, કન્યાઆેને શિક્ષણ આપવા તથા સ્વચ્છતા રાખવા અને ભાતૃભાવ કેળવવાની એમણે શીખામણ આપી છે અને આ દિશામાં નક્કર કામ કર્યું છે. વડાપ્રધાને દાદાને એક પ્રેરક સંત તરીકે ગણાવીને એમની અણધારી વિદાય બદલ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.

તા.14મીએ સાધુ વાસવાણી મિશન ખાતે પ્રાર્થના સભા

રાજકોટ ઃ પૂ. દાદા જે.પી.વાસવાણીના પાર્થિવ દેહને આવતીકાલે સાંજે પાંચ વાગ્યે સાધુ વાસવાણી મિશન આશ્રમ ખાતે મહાસમાધિ બાદ તા.14મીએ સવારે 7 થી 8.30 અસાદિવાર થશે. 11 થી બપોરે 1 સુધી કિર્તન યજ્ઞ અને સાંજે 6.30 થી 8.30 સત્સંગ યોજાશે.

કાલે બપોરે 2 વાગ્યે અંતિમયાત્રા બાદ 4 વાગ્યે મહાસમાધિ

આવતીકાલે બપોરે 2 વાગ્યે જે.પી.વાસવાણીની અંતિમયાત્રા સાધુ વાસવાણી ચોક, કાઉન્સીલ હોલ ખાતેથી શરૂ થઈ પુના કલબ, હોટલ સાગર પ્લાઝા, દોરાબજી, હોટલ સુપ્રીયા, રહીમ પેટ્રાેલ પંપ, સાઈકલ સોસાયટી, કવાર્ટર ગેઈટ, ઈરવીન રોડ, પદમજી ગેઈટ પોલીસ ચોકી, પદમજી કમ્પાઉન્ડ, નિશાંત ટોકીઝ, અગ્રવાલ કોલોની, બાબાજાન ચોક, આરએસ કેદારી રોડ, ભોપાલા ચોક, મહાત્મા ગાંધી રોડ, અરોરા ટાવર, દોરાબજી, નેહરૂ મેમોરીયલ હોલ થઈને સાધુ વાસવાણી કુંજ ખાતે પરત ફર્યા બાદ સાધુ વાસવાણી મિશન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

સાધુ વાસવાણી મિશનના વડા આધ્યાિત્મક ગુરુ દાદા જે. પી. વાસવાણીને મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આધ્યાિત્મક ગુરુ દાદા જે.પી.વાસવાણીના અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી સØગતને શ્રધ્ધાંજલી પાઠવી છે. સાધુ વાસવાણી મિશનના વડા તરીકે તેમણે અહિંસા અને સર્વધર્મ સમભાવ માટેનો જે આધ્યાિત્મક ભાવ મિશનના કાર્યો દ્વારા દેશ-દુનિયામાં પ્રસરાવ્યો છે તે સૌનું માર્ગદર્શન કરતો રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ શોકાંજલિ પાઠવતા જણાવ્યું છે. વિજયભાઇ રુપાણીએ પૂજ્ય દાદા જે.પી.વાસવાણીએ વિશ્વસ્તરે માનવતા, ફિલોસોફી, શિક્ષણ ક્ષેત્રે અને પ્રખર વકતા તરીકે આપેલી ઉમદા સેવાઆે અવિસ્મરણીય બની રહેશે તેમ સØગતને અંજલિ પાઠવતા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ જે.પી. વાસવાણી દાદાએ શાકાહારના વ્યાપ અને પશુ-પ્રાણીના હક્કાે માટે જે સેવા ધૂણી ધખાવી હતી તે સદાકાળ પ્રજવલિત રહેશે તેવી અભ્યર્થના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતાં વ્યકત કરી છે.

print

Comments

comments

VOTING POLL