સાપનું માથું ને ૩,૦૦૦ દાંત ધરાવતી શાર્ક મળી આવી

November 14, 2017 at 11:30 am


પોર્ટુગીઝ કિનારા પરથી સાપના મસ્તક અને ૩૦૦ દાંત ધરાવતી ડાયનોસોરના સમયની શાર્ક મળી આવી છે. આ પ્રજાતિ આઠ કરોડ વર્ષ જૂની છે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું તેમ સિક નોટિશિયા ટીવીએ જણાવ્યું હતું.
સિક નોટિશિયા ટીવીએ જણાવ્યું હતું કે વેપારી માછીમારીમાં બિનજરી માછલી પકડવાની પ્રવ્ાૃત્તિને લઘુમતી કેવી રીતે કરવી તે અંગેના એક સંશોધન પ્રોજેકટ દરમિયાન એક ટ્રોલર દ્રારા આ શાર્કને પકડવામાં આવી હતી.
લાંબુ અને પાતળું શરીર ધરાવતી આ શાર્કના સમયના ટાયરાનો સૌરસ રેકસ અને ટ્રાયરેકટોપ્સ નામશેષ થઈ ગયા છે પરંતુ આ શાર્ક હજુ પણ ઓછામાં ઓછા ૭૦૦ મીટરની ઐંડાઈએ તરી રહી છે. યુનિવર્સિટી ઓફ અલ્ગ્રેના પ્રોફેસર કાસ્ટ્રોએ સિક નોટિશિયાને જણાવ્યું હતું કે શાર્કને ૩૦૦ દાંત છે. જેના વડે તે નાની માછલીઓ અને બીજી શાર્ક માછલીઓને પકડીને ચાવી જઈ શકે છે.
આ શાર્ક સામાન્ય રીતે એટલાન્ટિક અને ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને જાપનના પાણીમાં રહે છે. આટલી ઐંડાઈએ આ શાર્ક અંધારામાં રહે છે. તેના પર દબાણ ખૂબ હોય છે. અને અત્યતં ઠડું ઉષ્ણતામાન હોય છે. વિજ્ઞાનીઓએ તાજેતરના વર્ષેામાં બીજી શોધો કરી છે. જેમાં એક લાંબી દાંતવાળી ઈલનો સમાવેશ થાય છે. તે સ્નેક ઈલ ઓપિચથીડેની પ્રજાતિ સભ્ય છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં એક માણસે એક સીસ્કવર્ટની શોધ કરી હતી. તે એ કોઈ–કોઈ પ્રાણીની જીભને મળતી આવતી હતી.
આંતરરાષ્ટ્ર્રીય સંશોધકોએ આ વર્ષની શઆતમાં ઓસ્ટ્રેલિયાના કિનારા પરથી સમુદ્રની ખૂબ ઐંડાઈએ રહેતા પ્રાણીઓ શોધી કાઢા હતા. જેમાં એક દાંતોવાળી અને ચહેરા વગરની માછલી, એક લાલ કરચલાં અને ભૂરા રંગની આંખો ધરાવતી કોફીન ફિશનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ખૂબ ઐંડા પાણીમાં રહેતી ૯૦ ટકા પ્રજાતિઓ હજુ પણ શોધાઈ નથી.

print

Comments

comments

VOTING POLL