સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનો આજથી પ્રારંભ

October 7, 2017 at 11:43 am


અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ત્રણ દિવસ માટે કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનો આરંભ કરવામા આવશે જેમા દેશભરના ૨૫૦ જેટલા કલાકારો દ્વારા તેમની લોકકલા અને અન્ય પર્ફોમન્સ કરવામા આવશે. અમદાવાદ ઉપરાંત રાજયમાં વડોદરા, રાજકોટ, સુરત અને દ્વારકા ખાતે પણ આ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે.આ અંગે માહિતી આપતા સાંસ્કૃતિક મંત્રાલયના નાયબ સચિવ સુજાતા પ્રસાદે કહ્યુ કે,વર્ષ-૨૦૧૫થી શરૂ કરવામા આવેલા દેશવ્યાપી આ પ્રકારના કાર્યક્રમની આ છઠ્ઠી આવૃત્તિ છે.આ બે વાર દિલ્હી,એક વાર કર્ણાટક,એકવાર નોર્થ ઈસ્ટ અને હવે ગુજરાતમાં અમદાવાદ કે જેને વિશ્વના હેરીટેજ શહેરનો દરજ્જા મળ્યો છે ત્યાં રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી કરવામા આવી રહ્યો છે.

દેથભરના વિવિધ પ્રાંતોના ૨૫૦ કલાકારો રોજ સાંજે ૭થી કલાસીકલ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની સાથે કબીર,બુલેશા રહીમ વગેરેની કૃતિઓ રજુ કરશે.આ સાથે જ અમદાવાદમાં ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરવામા આવી હોવાની બાબતને સો વર્ષ પુરા થયા હોઈ સાબરમતી આશ્રમ ખાતે વિશેષ પ્રદર્શન પણ ખુલ્લુ મુકવામા આવનાર છે.તમામ માટે વિનામુલ્યે એવા આ કાર્યક્રમના કેટલાક ભાગ અમદાવાદના કોટ વિસ્તારમા પણ આયોજિત કરવામા આવ્યા છે.જેમા લાંબેશ્વરની પોળ ખાતે કવિ દલપતરામના સ્ટેચ્યુ પાસે પ્રદર્શન ઉપરાંત કવિતાપઠન કરવામા આવશે.સાહીત્ય અકાદમી ખાતે ૮મીના રોજ એક સંવાદનુ આયોજન કરવામા આવ્યુ છે.દિવસના સમયે હેન્ડીક્રાફટ સહિતના અન્ય કલાકારો દ્વારા તેમની બનાવટોનુ પ્રદર્શન અને વેચાણ કરવાની સાથે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવનાર છે.ભદ્રના કિલ્લા ખાતે એક ખાસ પ્રદર્શન ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પણ કેટલાક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવશે.

છત્તીસગઢ સાથે ગુજરાતનું ટાઈઅપ કરવામા આવ્યુ હોઈ છત્તીસગઢના કલાકારો સાથે કચ્છી શૈલીના નૃત્ય અને મેર રાસનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજયમાં ૧૦મીએ વડોદરા, ૧૧મીએ રાજકોટ, ૧૨મીના રોજ સોમનાથ અને ૧૩મીના રોજ દ્વારકા ખાતે આ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવનાર છે. આ કાર્યક્રમનો આરંભ કેન્દ્રીય મંત્રી ડો.મહેશ શર્મા દ્વારા આવતીકાલે સાંજે રિવરફ્રન્ટ બ્લોક એ પાલડી ખાતે કરાવવામા આવશે.આ કાર્યક્રમો ઉપરાંત વિવિધ વ્યંજનો પણ રજુ કરવામા આવશે. કાર્યક્રમમાં રાજસ્થાનની દાલબાટી ચુરમા,પ્યાજ દાલ કી કચોરી, મહારાષ્ટ્રની પુરણપોળી, ભાખરી, ગુજરાતના ખમણ-ઢોકળા, પંજાબની મખ્ખન કી રોટી વગેરે રજુ કરવામાં આવશે.જેનો સ્વાદ માણી શકાશે.

print

Comments

comments

VOTING POLL