સાયપ્રસમાં નોકરીની શોધમાં ભટકતા યુવાનોને વતન પરત લાવો

February 15, 2018 at 2:05 pm


સાયપ્રસમાં નોકરીની શોધમાં ભટકતા યુવાનોને વતન પરત લાવવા અને તેને લઈ ગયેલા ચીટર એજન્ટો સામે કડક કાર્યવાહી કરવા પોરબંદરથી માંગ થઈ છે.
પોરબંદર ભારતીય કિશાન સંઘના જિલ્લા પ્રમુખ પરબતભાઈ કડેગીયાએ કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, પોરબંદર સહિત રાયના સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવનારા અનેક યુવાનો રોજગારી અર્થે સાયપ્રસ દેશમાં એજન્ટો દ્રારા મોકલવામાં આવ્યા હતા. પાંચ લાખ રૂપીયા જેવી માતબર રકમ લઈ આ બેરોજગાર યુવાનોને વિદેશ સાયપ્રસ નામના દેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરી ગયેલ છે. આ યુવાનોને અત્યારે સાયપ્રસમાં કોઈ નોકરી આપવામાં આવેલ નથી અને આ યુવાનોને ભાષાની પણ તકલીફ છે અને વિદેશની ધરતીથી સાવ અજાણ છે. તેમની હાલત અત્યારે અતિ ખરાબ છે અને સાયપ્રસમાં ફસાઈ ગયેલ છે. તેમની પાસે કોઈ રોજગારી નથી કે રહેવા–જમવાની કોઈ વ્યવસ્થા પણ નથી કે પરત સ્વદેશ આવવા માટે ટિકીટના પૈસા પણ નથી. લેભાગુ એજન્ટોની દગાખોરીનો આ નિર્દેાષ યુવાનો ભોગ બનેલ છે. આથી સાયપ્રસના યુવાનોને ભારત સરકાર દ્રારા પૂરતી મદદ કરવામાં આવે અને તેમને પરત લાવવા માટેની સગવડ ભારત સરકાર કરે તેવી માંગણી છે તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL