સારાગઢીની લડાઈ પરની ફિલ્મમાં જોવા મળશે અક્ષય

October 11, 2017 at 6:32 pm


ઘણા સમયથી આ ફિલ્મ પર ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેની જાણકારી ખુદ અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. ફિલ્મને અક્ષય કુમાર અને કરણ જૌહર પ્રોડયૂસ કરી રહ્યા છે. આ ફિલ્મને અનુરાગ સિંહ ડિરેક્ટ કરશે. અક્ષયે આ ફિલ્મ અંગે ટ્વિટ કરતા કહ્યું કે, હું આ ફિલ્મ માટે વ્યક્તિગત રીતે અને ભાવનાત્મક રીતે ખુબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ 2019માં હોળી પર રિલીઝ થશે.

આ ફિલ્મ 1897 બ્રિટિશ ઈન્ડિયન આર્મી અને અફઘાન-પશ્તો મિલિટ્રી વચ્ચે સારાગઢીમાં થયેલી લડાઈ પર આધારિત છે. આ ફિલ્મનું નામ કેસરી રાખવામાં આવ્યું છે. પહેલા એવી પણ ચર્ચા હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન કામ કરવાનો છે. આ ઉપરાંત અજય દેવગણ પણ આ વિષય પર ફિલ્મ બનાવી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL