સાર્વજનિક બેન્કોના બોર્ડમાં આરબીઆઈના નોમિનેટ સભ્ય ન હોવા જોઈએ: ઉર્જિત પટેલ

June 13, 2018 at 10:55 am


ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે બેન્કો પર નજર રાખવા માટે આરબીઆઈને વધુ અધિકાર આપવાની તરફેણ કરતાં કહ્યું કે હિતના ટકરાવથી બચવા માટે સરકારી બેન્કોના બોર્ડમાં આરબીઆઈના સભ્ય ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે આરબીઆઈ નોમિનેટ ડાયરેક્ટરોએ કરજ સંબંધી નિર્ણય લેતાં બોર્ડની વહીવટી સમિતિથી પણ દૂર રહેવું જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ પટેલે આ વાત નાણાકીય મામલાની સ્થાયી સંસદીય સમિતિની બેઠકમાં કહી હતી. કોંગ્રેસી સભ્ય વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી આ સમિતિની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ પણ હાજર રહ્યા હતાં. સમિતિની બેઠકમાં આરબીઆઈ ગવર્નરને બેન્કોના ફસાયેલા નાણાં (એનપીએ) અને પંજાબ નેશનલ બેન્ક સહિત અનેક બેન્કોમાં હાલમાં જ સામે આવેલા કૌભાંડના મામલાને લઈને સભ્યોના તીખા સવાલોનો સામનો કરવો પડયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સભ્યોએ નોટબંધી બાદ સિસ્ટમમાં રોકડમાં કમી આવવાની જગ્યાએ વધવા અને નીરવ મોદી કૌભાંડ અંગે પણ ગવર્નરને સવાલો પૂછયા હતા. સભ્યોએ પૂછવું કે નીરવ મોદી જ્યારે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો ત્યારે આરબીઆઈ ક્યાં હતી ? ગવર્નરે આ અંગે કહ્યું કે આરબીઆઈ માટે દેશની પ્રત્યેક બેન્ક શાખા પર નજર રાખવી સંભવ નથી. જો કે તેમણે સભ્યોને આશ્ર્વસ્ત કયર્િ કે સિસ્ટમને મજબૂત બનાવવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
પટેલે આ બેઠકમાં ડાયરેક્ટરોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બેન્કના બોર્ડમાં સામેલ કોઈ પણ ડાયરેક્ટરની ભૂમિકા એ સુનિશ્ર્ચિત કરવાની છે કે બેન્કનું વહીવટી તંત્ર યોગ્ય રીતે ચાલે. હિતના ટકરાવથી બચવા માટે સરકારી બેન્કોના બોર્ડમાં આરબીઆઈ તરફથી નોમિનેટ સભ્યો ન હોવા જોઈએ. આરબીઆઈ નોમિનેટ ડાયરેક્ટરોને કરજ સંબંધી નિર્ણય લેનારા બોર્ડની વહીવટી સમિતિમાંથી પણ દૂર રહેવું જોઈએ.

print

Comments

comments

VOTING POLL