સાળંગપુર નજીક કાર નાળામાં ખાબકતા 4ના મોત

February 8, 2018 at 2:57 pm


લિમડાથી ખાંભડા જાન આવી હતી અને વરરાજાને ઉતારી સાળંગપુર જઇ રહ્યા હતા ત્યારે કાર પલ્ટી મારીને નાળામાં ખાબકતા ત્રણના ઘટનાસ્થળે અને એકનું સારવાર પૂર્વે જ મોત ઃ અન્ય ત્રણ પણ ગંભીર

ભાવનગર જિલ્લાના લીમડા હનુભાના ગામે જાનમાં ગયેલા 4 જાનૈયાના કાર પલ્ટીને નાળામાં ખાબકવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વરરાજાને ઉતારીને જાનૈયાઆે સાળંગપુર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચાલકે સ્ટીયરીગ પરનો કાબુ મેળવતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. બનાવના પગલે અરેરાટી સાથે આઘાત ફેલાઇ ગયો હતો. લગ્નના મંગળગીતોના સ્થાને શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઉમરાળા તાલુકાના લીમડા હનુભાના ગામેથી આજે સવારે લગ્નની જાન બોટાદના ખાંભડા ગામે જવા નિકળી હતી સાજન-માજન સાથે જાન કન્યાના માંડવે ખાંભડા પહાેંચી હતી. દરમ્યાનમાં કાળ જાણે કે બારણે ટકોરા દેતો હોય તેમ કેટલાક મિત્રો-જાનૈયા વરરાજાને ઉતારીને મારૂતી અર્ટીગા કાર નં.જી.જે.5 જે.પી.9722 લઇને સાળંગપુર દર્શન કરવા નિકળ્યા હતા. જાનૈયાઆેની કાર સાળંગપુરથી 1 કિલોમીટર દુર હતી ત્યારે ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇને નાળામાં ખાબકી હતી. આ બનાવથી કારમાં સવાર ઘનશ્યામભાઇ નાનજીભાઇ તલસાણીયા (ઉ.વ.આ.38), વિપુલ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.આ.24) અને મયુરભાઇ અશોકભાઇ સોલંકીને ગંભીર ઇજાઆે થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે સચીનભાઇ મુકેશભાઇ બારૈયા (ઉ.વ.23) સહિત અન્ય 4 ઇજાગ્રસ્ત જાનૈયાઆેને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સચીન બારૈયાને તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત જાનૈયાને તાકીદની સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના બનાવની જાણ થતા બરવાળાના પી.એસ.આઇ. રાણા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL