સાૈરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ : લોકો આનંદિત

July 2, 2018 at 8:22 pm


રાજકોટ સહિત સાૈરાષ્ટ્ર ના જુદા જુદા ભાગાેમાં તથા ગુજરાતના અન્ય ભાગાેમાં આજે વરસાદી માહોલ રહ્યાાે હતાે. વરસાદી માહોલ રહેતા તમામ જગ્યાએ આનંદ છવાઈ ગયો હતાે. ઘણી જગ્યાઆેએ ભારે વરસાદ થયો છે જેમાં સુરત, ભાવનગર, ગાંધીનગરનાે સમાવેશ થાય છે. સાૈરાષ્ટ્ર ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેતા કૃષિ સમુદાયના લોકો પણ ખુશ દેખાયા હતાે. સાૈરાષ્ટ્ર માં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતાે. અમરેલીના બાબરા પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતાે. વરસાદના લીદે તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. રાજકોટ પંથકમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ તાે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડâા હતા. ઘણી જગ્યાએ ઝરમર વરસાદ થયો છે. ભાવનગરમાં પણ ઘણી જગ્યાએ ઝરમર અને ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નાેંધાયો છે. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદી માહોલ અકબંધ રહ્યાાે હતાે. અત્રે ઉલ્લેખનિય છે કે શુક્રવારના દિવસે બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જયાં ઇડરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સજાૅઇ હતી. ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાઇ ગયા હતા. તાે, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ નાેંધાતા શામળાજી સહિતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગાેંડલમાં ત્રણ ઇંચ સુધીનાે ભારે વરસાદ નાેંધાતા સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સાૈરાષ્ટ્ર માં રાજકોટ, ધોરાજી, ગાેંડલ, ગાેમટા, લીલાખા સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનાે ભારે વરસાદ નાેંધાયો હતાે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં સાૈથી વધુ વરસાદ નાેંધાયો હતાે, જયાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સજાૅઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સાેસાયટીઆે અને દુકાનાેમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ ભારે અને ધોધમાર વરસાદ નાેંધાતાં લોકોએ વરસાદની મોજ માણી હતી. અમદાવાદ શહેરમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી. આ વખતે કેરળમાં મોનસુનની એન્ટ્રી નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ પહેલા થઇ ગઇ છે. બીજી બાજુ દેશના મોટાભાગના વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા 17 દિવસ પહેલા મોનસુનની એન્ટ્રી થઇ છે. જો કે, ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં હજુ સુધી આેછો વરસાદ નાેંધાયો છે.

print

Comments

comments

VOTING POLL