‘સા રે ગા મા પા લીટલ ચેમ્પ્સ’માં અનિલ કપૂરે 30 વર્ષ બાદ લલકાર્યો પોતાનો પ્રખ્યાત ડાયલોગ

July 17, 2017 at 6:32 pm


ઝી-ટીવી પર પ્રસારિત થઈ રહેલા અમૂલ ‘સા રે ગા મા પા લીટલ ચેમ્પ્સ’ બાળકો માટે પ્રસારિત થનારો ભારતનો સૌથી મોટો સિગિંગ રિયાલિટી શો બની ગયો છે. આ શોમાં અત્યાર સુધીમાં અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી છે. દરમિયાન અપકમિંગ ફિલ્મ ‘મુબારકા’ના સ્ટારકાસ્ટ અનિલ કપૂર, અર્જુન કપૂર સહિતના સેલિબ્રિટીઓ આ શોના મહેમાન બન્યા હતાં જેમાં અનિલ કપૂરે 30 વર્ષ બાદ પોતાનો પ્રખ્યાત ડાયલોગ લલકારી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ એપિસોડમાં ઘણા યાદગાર પરર્ફોમન્સ જોવા મળ્યા હતાં જેમાં અનિલ કપૂરે પોતાની ફિલ્મ ‘મેરી જંગ’ના એ પ્રખ્યાત ડાયલોગ પણ સંભળાવ્યો જેમાં ફિલ્મના વિલન ‘ઠકરાલ’ સામે તેનો સામનો થાય છે. તેના દમદાર ડાયલોગ સાંભળીને લોકો પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતાં.

આ દૃશ્યના શૂટિંગ સાથે જોડાયેલો પોતાનો અનુભવ વ્યક્ત કરતાં અનિલ કપૂરે કહ્યું કે એ સમયે અભિનય એટલો સરળ નહોતો જેટલો આજે છે. આજે કલાકારોને 6 મહિના પહેલાં જ ફિલ્મની સ્ક્રીપ્ટ આપી દેવામાં આવે છે જ્યારે પહેલાના સમયે આવું બનતું નહોતું. જે સીનમાં મારે અમરીશ પૂરીનો સામનો કરવાનો હતો તેને ફિલ્માવવાનો નિર્ણય બપોરે 2 વાગ્યે લેવામાં આવ્યો અને મને આ સ્ક્રીપ્ટ બપોરે 4 વાગ્યે આપવામાં આવી હતી. અનિલ કપૂરે છેલ્લા ચાર દશકાથી છવાયેલું પોતાનું આકર્ષણ હજુ પણ યથાવત રાખ્યું છે. આ પ્રસંગે તેમણે બાળકો સાથે પોતાની જૂની યાદો પણ વાગોળી હતી. આ ઉપરાંત અર્જૂન કપૂરે પણ બાળકો સાથે ખૂબ મજાક-મસ્તી કરી હતી.

print

Comments

comments

VOTING POLL