સિંગર આદિત્ય નારાયણની ટ્રાફિકના ગુનામાં ધરપકડ

March 13, 2018 at 11:58 am


સિંગર અને એક્ટર આદિત્ય નારાયણની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આદિત્યએ ટ્રાફિક નિયમોની અવગણના કરાતા મુંબઈ વરસોવા પોલીસે ધરપકડ કરી હતી. મીડિયા અહેવાલ મુજબ આદિત્ય વિરુદ્ધ આઈપીસી 279 અને 338 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો.
આદિત્ય નારાયણે પોતાની ગાડીથી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ઓટોના ડ્રાઈવર અને તેમાં સવાર મુસાફરને પણ ઈજા પહોંચી હતી. અગાઉ પણ આદિત્ય નારાયણ તેની હરકતને લીધે મીડિયામાં ચચર્મિાં આવ્યો હતો.

સિંગર આદિત્ય નારાયણનો ગત વર્ષે એક એરલાઈન્યના કર્મચારીને ધમકાવતો વીડિયો વાયરલ થયો હતો. રાયપુરમાં વધુ પડતા લગેજને પગલે વધારાનો ચાર્જ લેવાતા આદિત્ય એરલાઈન્સના કર્મીઓ પર ભડક્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અગાઉ 2011માં ભદ્દી ટિપ્પણી બદલ એક યુવતીએ તેને તમાચો મારી દીધો હતો.
આદિત્ય નારાયણ ખ્યાત્નામ ગાયક ઉદિત નારાયણનો પુત્ર છે. આદિત્ય કેટલાક સિંગિંગ રિયાલટી શોમાં હોસ્ટ પણ રહી ચૂક્યો છે. 1996માં ફિલ્મ માસૂમ સહિત અનેક ફિલ્મોમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. લીડ રોલમાં એક્ટર તરીકે પ્રથમ ફિલ્મ શાપિતથી હતી.

print

Comments

comments

VOTING POLL