સિંચાઈના સાધનો અને ઈલેકિટ્રક વાહનો પરના જીએસટી દરમાં ઘટાડો થશે

January 12, 2018 at 11:43 am


જીએસટી કાઉન્સીલની બેઠક આવતાં અઠવાડિયે મળવાની છે અને તેમાં બાયોડિઝલ બસ, ઈલેકિટ્રક વાહનો અને સિંચાઈના કેટલાક ઉપકરણ જેવી કેટલીક વસ્તુઓના દરમાં કાપ મુકવામાં આવે તેવી શકયતા છે. ખેડૂત વર્ગને આનંદીત કરી દેવાનો જીએસટી કાઉન્સીલનો પ્લાન દેખાય છે. કૃષિ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાની સાથોસાથ સ્વચ્છ ઉર્જાને પણ ઉત્તેજન આપવાની સરકારી લાઈન છે અને તેના આધારે જીએસટી કાઉન્સીલે આ મુજબની નીતિ બનાવી છે.

૧લી ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલાં સંભવત: આ જીએસટી પરિષદની અંતિમ બેઠક હશે. જીએસટી પરિષદની અધ્યક્ષતા નાણામંત્રી જેટલી કરે છે અને આ બેઠકમાં સિંચાઈના ઉપકરણો અને ઈલેકિટ્રક વાહનો પરના દર ઘટાડાનો નિર્ણય લેવાઈ શકે છે.
એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે એવી માહિતી આપી છે કે ૨૮ ટકાના કર દાયરાવાળી અન્ય વસ્તુઓ પર આ વખતે વિચાર કરવામાં નહીં આવે કારણ કે મહેસૂલી આવકના સંગ્રહમાં હજુ સ્થિરતા આવી નથી અને સરકારને વધુ મહેસૂલી આવકની જરૂર છે. સિંચાઈના ઉપકરણોના દર ૧૮ ટકાના સ્લેબમાં છે અને તેને ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવે તેવી શકયતા છે. એ જ રીતે બાયોડિઝલ અને ઈલેકિટ્રક વાહનો પરનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવી શકે છે. આમ દરોમાં રાહત આપીને ખેડૂતોને અને ઈલેકિટ્રક વાહન ઉત્પાદકો અને ગ્રાહકોને રાહત આપવાની યોજના છે. જીએસટી કાઉન્સીલની આવતાં અઠવાડિયાની આ બેઠકમાં મહત્ત્વના નિર્ણયની જાહેરાત થશે તે નિિત માનવામાં આવે છે. સામાન્ય રીતે આવા ઘટાડા માટે વડાપ્રધાનની પરવાનગી પહેલાંથી જ લઈ લેવામાં આવતી હોય છે અને વડાપ્રધાન કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માગે છે માટે સિંચાઈના ઉપકરણો સસ્તા થવાના છે અને ખેડૂતોને ખૂબ જ લાભ થવાનો છે

print

Comments

comments

VOTING POLL