સિંધી યુવાનને વકીલના સાગ્રીતોએ આંતરી માર માર્યાની ધમકી આપ્યાની ફરિયાદ

April 16, 2018 at 4:11 pm


શહેરના પરસાણાનગરમાં રહેતા યુવાને વકીલની સનદ રદ કરવા અંગે બાર કાઉન્સિલમાં ફરિયાદ કરવાને પગલે વકીલના સાગ્રીતોએ યુવાનને આંતરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગેની વિગત મુજબ જામનગર રોડ પર આવેલ પરસાણાનગર શેરી નં.૯માં રહેતા પ્રકાશભાઈ ભગવાનભાઈ સડવાણી ઉ.વ.૩૮ નામના સિંધી યુવાને પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પાંચ દિવસ પહેલા પોતે પરસાણાનગર–૨માં આવેલ સતં નિરકારી ભવન પાસે ચાલીને જતો હતો ત્યારે રાત્રીના દવેક વાગ્યે રૂમાલ બાંધેલ બે અજાણ્યા શખસો તેની પાસે આવી યુવાનને આંતરી કહેલ કે, સંજય પંડિત વિરૂધ્ધમાં બાર કાઉન્સિલમાં અરજી કેમ કરી છે પાછી ખેંચી લેજે નહિતર તારા ટાંટિયા તુટી જશે તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી જાખડો મારી ધમકી આપી નાસી ગયા હતા.

બનાવમાં વધુમાં પ્રકાશભાઈએ ફરિયાદમાં લખાવ્યું છે કે, અગાઉ તેણે વકીલ સંજય પંડિતને તેના પક્ષે રોકી તેના સસરા અને પત્ની વિરૂધ્ધ નોટિસ મોકલી હતી અને વકીલ તરીકે સંજય પંડિતને રોકયા હતા તે સમયે સંજય પંડિતે પોતાની પાસેથી તમામ કેસની વિગતો જાણી લીધા બાદ આ કેસના સામા પક્ષના તેના પત્ની પક્ષે વકીલ તરીકે સંજય પંડિત રોકાયા બાદ પ્રકાશભાઈ વિરૂધ્ધ તેની પત્નીને કોર્ટમાં કેસ કરી કાર્યવાહી કરતા એડવોકેટ સંજય પંડિતે બન્ને પક્ષે વકીલ તરીકે કાર્યવાહી કરી હોય જેથી પ્રકાશભાઈએ ગુજરાત બાર કાઉન્સિલમાં એડવોકેટ સંજય પંડિતની વકીલ તરીકેની સનદ રદ કરવા અંગે અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી સાગ્રીતો મોકલી અરજી પાચી ખેચવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL