સિનેમાના ઈતિહાસની જાળવણી માટે બિગ બીએ કરી મદદની ઓફર

December 5, 2017 at 6:09 pm


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને શનિવારે કહ્યું કે, ભારતીય સિનેમાના ઈતિહાસના દસ્તાવેજીકરણના પ્રયાસ માટે તેઓ મદદ કરવા તૈયાર છે. અમિતાભે આ વાત બોલિવૂડ-ધ ફિલ્મ્સ! ધ સોન્ગ્સ! ધ સ્ટાર્સ! નામની બુકના વિમોચન સમયે કરી. આ બુક એસએમએમ બાલી, રાજેશ દેવરાજ અને તનુલ ઠાકુરે લખી છે.
શું કહ્યું અમિતાભે?
અમિતાભે કહ્યું કે, ભવિષ્યમાં જો ઔસજા કે અન્ય કોઈ વ્યક્તિ અમારા ઈતિહાસને લખવાની વાત કરે છે તો આગળ ચાલીને તેમની મદદ કરનાર પ્રથમ વ્યક્તિ હોઈશ. મને ગર્વ છે કે ઔસજાએ મને બુકની પ્રસ્તાવના લખવાની જવાબદારી સોંપી અને આ બુક તદ્દન એ છે કે મેં બુકમાં વ્યક્ત કરી છે. તેમણે આગળ વાત કરતા કહ્યું કે, શરુઆતમાં આપણી પાસે સંચાર માધ્યમો નહોતા પરંતુ હવે છે. ઈતિહાસ લેખન પર વધુ ધ્યાન, મૂલ્ય અને સમ્માન આપો કારણકે ભારતીય ફિલ્મ ઉદ્યોગ ખરેખર એક ખૂબ જ સમ્માનજનક સ્થાન છે.

બુકની કરી પ્રશંસા
અમિતાભે બુકની પ્રશંસા કરતા કહ્યું કે તેમને બોલિવૂડ શબ્દ પસંદ નથી. તેમણે આ શબ્દનો પ્રયોગ કરવાની ના પાડી દીધી હતી. દેશમાં સિનેમાના ઈતિહાસના દસ્તાવેજીકરણની કમી બાબતે તેમણે કહ્યું કે, મેં ઘણીવાર મહેસૂસ કર્યું છે કે અમે ઘણું કામ કરીએ છીએ, ભારતીય સિનેમા 100 વર્ષ પૂરા કરી ચૂકી છે, પરંતુ ખરેખર તો અમારી પાસે અમારા કામને લગતા દસ્તાવેજો જ નથી. ઘણી વખતે મેં મારા સહયોગીઓ અને અન્ય લોકો સાથે પણ આ વિશે વાત કરી છે જેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.
કોફી ટેબલ બુક
જણાવી દઈએ કે બોલિવૂડ-ધ ફિલ્મ્સ! ધ સોન્ગ્સ! ધ સ્ટાર્સ! એક વ્યાપક સચિત્ર માર્ગદર્શિકા અને કોફી ટેબલ બુક છે જે ભારતના તડક-ભડકવાળા શહેરોને શ્રદ્ધાંજલિ છે. આ બુક કેટલાંક દિગ્ગજ એક્ટર્સ, ફિલ્મ્સ અને ગીતો વિશે છે.

print

Comments

comments

VOTING POLL