સિયાણીનગરમાં કારમાંથી પોણો લાખના વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો

November 7, 2018 at 1:56 pm


શહેરના પ્રણામી ચોક વિસ્તારમાં એક કારમાંથી પોલીસે રૂા.72 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લઈ દારૂ તથા કાર મળી કુલ રૂા.1.22 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સોનારા, પીએસઆઈ મહેશ્વરી, જમાદાર સમીરભાઈ શેખ સહિતનો કાફલો ગત રાત્રીનાં પેટ્રાેલિંગમાં હતો ત્યારે પ્રણામી ચોક પાસે સિયાણીનગરમાંથી પસાર થયેલી ફોર્ડ આઈકન કાર નં.જીજે7એજી 3686ને શંકાના આધારે અટકાવી હતી.
તલાશી દરમિયાન કારમાંથી રૂા.70 હજારની કિંમતના વિદેશી દારૂની 150 બોટલ મળી આવી હતી. પોલીસે આ બારામાં કારચાલક અફઝલ હુસેન શેખ (રે.સિયાણીનગર-1)ની ધરપકડ કરી દારૂ તથા કાર મળી કુલ રૂા.1.22 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ અફઝલ અગાઉ પણ દારૂના ગુનામાં પકડાઈ ચૂકયો છે. અફઝલ આ દારૂ કયાંથી લાવ્યો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય એક દરોડામાં પોલીસે લાતીપ્લોટ શેરી નં.10માંથી કિશોર મનસુખ માલકિયા નામના શખસને વિદેશી દારૂ રૂા.1800ની કિંમતની 6 બોટલ સાથે ઝડપી લીધો હતો.

print

Comments

comments

VOTING POLL