સિરિયલ ‘પિયા અલબેલા’માં થઈ સૂરજ કકકરની એન્ટ્રી

July 4, 2017 at 6:44 pm


ઝી-ટીવીના રોમાંટિક ડ્રામા ‘પિયા અલબેલા’ પોતાના દર્શકો માટે ઘણીબધી સરપ્રાઈઝ લાવી રહ્યું છે કેમ કે શોમાં એક નવી એન્ટ્રીથી નરેન અને પૂજાના સંબંધોમાં એક નવો વળાંક જોવા મળશે. હેન્ડસમ અને ટેલેન્ટેડ એક્ટર સૂરજ કકકર આ શોમાં ડો.આનંદના રોલમાં એન્ટ્રી કરશે. તે એક નેકદિલ ડોક્ટર છે જે પૂજાના મામાની સારવાર કરે છે. આગામી ટ્રેકમાં દર્શકો જોશે કે ડો.આનંદ મામાજીનું દિલ જીતી લે છે અને પછી મામાજી પૂજાને આનંદ સાથે લગ્ન કરવા માટે કહે છે. જો કે નરેનની જિંદગીમાં પણ સુરભી આવી ચૂકી છે અને હવે ડો.આનંદે પણ પૂજા માટે એક યોગ્ય વરના પમાં જોવામાં આવી રહ્યા છે. તો આવામાં નરેન અને પૂજાની પ્રેમકહાનીનું શું થશે તે જોવું દર્શકો માટે રસપ્રદ બની રહેશે.

print

Comments

comments

VOTING POLL