સિવિલમાં બબ્બે ન્યૂરો સર્જનની નિમણૂક કરવા છતાં યુવાનની જિંદગી જોખમમાં મુકાઈ

December 7, 2017 at 3:13 pm


રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વિવાદ વચ્ચે કોઈ જુનો નાતો બંધાયો હોય તેમ છાશવારે વિવાદો સર્જતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. ગત મહિને ન્યૂરો સર્જનની ખાલી જગ્યા બાબતે સામાજીક કાર્યકરે સિવિલ સુપ્રિ. પર શાહી ફેંકી વિરોધ કરતા યુવાનના અવાજને ફરિયાદ તળે દબાવી દેવામાં આવ્યા બાદ સીડી પરથી પડી ગયેલા માસુમ બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચી હોય અને ન્યૂરો સર્જનની ખાલી જગ્યાના કારણે બાળકની સારવાર નહીં થતાં મોત થયાની ઘટનાની શાહી હજુ સિવિલના ચોપડે સુકાઈ નથી ત્યારે અકસ્માતમાં ઘવાયેલા ગરીબ વિપ્ર પરિવારના આશાસ્પદ યુવાનની સારવારમાં હાજર તબીબ દ્વારા ગેરજવાબો આપી ન્યૂરો સર્જન હાલ નથી અને બે-ચાર દિવસે એકવાર આવે છે. તેવા જવાબ આપી યુવાનની જીંદગી જોખમાય તેવા સંજોગો ઉભા થતાં ગરીબ પરિવારના આશાસ્પદ યુવાનની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને મિત્રોએ સારવારની રકમ ફાળો કરી એકઠી કરી સારવાર કરાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા લોકોમાં સિવિલના નિંભર તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
શહેરની ટ્રાફીક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો અને આજીડેમ ચોકડી પાસે આવેલ વિસ્તારમાં રહેતો અને વિધવા માતાનો એકનો એક આશાસ્પદ પુત્ર કિશન ભુપતભાઈ રાજયગુ નામનો યુવાન ગઈકાલે રાત્રીના 9 વાગ્યે પોતાનું બાઈક લઈ આજીડેમ ચોકડીથી માંડાડુંગર તરફ જતો હતો ત્યારે સામેથી આવતા બાઈક સાથે અથડાયા બાદ યુવાન ડીવાઈડર સાથે અથડાયો હતો અને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં હાજર રહેલા તબીબી સ્ટાફ દ્વારા યુવાનની પ્રાથમીક સારવાર શ કરવામાં આવી હતી પરંતુ યુવાનને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય અને સતત લોહી વહી રહ્યું હોવા છતાં સિવિલમાં બબ્બે ન્યૂરો સર્જનની નિમણૂંક કરી હોય છતાં પણ હાજર તબીબી સ્ટાફ દ્વારા ગેરજવાબદાર વલણ અપ્નાવી ન્યૂરો સર્જનને કોઈ તાકીદ નહીં કરી અને ઘવાયેલા યુવાનના પરિવારજનો અને મિત્રોને કહેલ કે, અહીંયા ન્યૂરો સર્જન આવતા નથી અને આવે છે તો અઠવાડીયે એક કે બે વાર આવે છે. જેથી આ યુવાનની સારવાર માટે અન્ય કોઈ હોસ્પિટલમાં લઈ જાવ.
ગરીબ વિપ્ર પરિવારનો એકનો એક પુત્ર અને વિધવા માતાનો આધારસ્થંભ કિશન રાજ્યગુની જીંદગી જોખમમાં ન મુકાય તે માટે નજીકના સગા વ્હાલા અને મિત્રવર્તુળોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો અને મિત્રોએ સારવારની રકમ એકઠી કરવા ફાળો કરી આશાસ્પદ યુવાનની જીંદગી બચાવવા પ્રયાસ કરી માનવતા મહેકાવી હતી.

print

Comments

comments

VOTING POLL