સિવિલ હોસ્પિટલના વોર્ડ નં.10માં વાયરિગમાં શોર્ટ સકિર્ટ થતાં નાસભાગ

July 12, 2018 at 3:09 pm


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ વોર્ડ નં.10માં ગઈકાલે રાત્રીના વાયરિ»ગમાં શોર્ટ સક્રિટ થતાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ અંગેની વિગત મુજબ સિવિલમાં આવેલ વોર્ડ નં.10ના પુરુષ વોર્ડમાં મોડી રાત્રીના અચાનક વાયરિ»ગમાં શોર્ટ સકિર્ટ થતાં આગ લાગી હતી. બનાવના પગલે વોર્ડમાં રહેલા દદ}આે અને અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નાઈટ સિકયુરિટી સુપરવાઈઝર ભીખાભાઈ તથા ગૌતમભાઈ તથા હોસ્પિટલના નસિર્ગ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી દદ}આેને પુરુષ વોર્ડમાંથી ખાલી કરાવી મહિલાના વોર્ડમાં ફેરવવામાં આવ્યા હતા જેમાં 10 જેટલા દદ} હોય તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા શોર્ટ સકિર્ટ બાદ વોર્ડ નં.10નો વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL