સિવિલ હોસ્પિટલમાં દવાબારી બંધ થતાં દર્દીઓમાં ભારે દેકારો

November 14, 2017 at 5:03 pm


શહેરમાં અવારનવાર વિવાદમાં આવતી સિવિલ હોસ્પિટલમાં આજે દવાબારીઓ બંધ થતાં દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. દવા લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓની સંખ્યા વધુ હોય અને 10માંથી 7 બારી બંધ હોય લાઈનમાં ઉભા રહેવા બાબતે હોબાળો થતાં સિકયુરીટી સ્ટાફ ઓછો પડતા તંત્રમાં દોડધામ થતાં ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં દવા બારીઓ બંધ હોવાના મામલે દર્દીઓમાં અંદરોઅંદર મારામારી થતાં અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. આજે સવારે દર્દીઓની સંખ્યા વધુ હોય અને 10 બારીમાંથી 3 જ બારી ખુલતા વહેલી દવા લેવાના મામલે અંદરોઅંદર દર્દીઓમાં મારામારી બાદ બઘડાટી બોલી ગઈ હતી. બનાવના પગલે સિવિલ સર્જન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સિવિલ સર્જન મહેતાને આવેદનપત્ર આપવાના બહાને ઘુસી જઈ જીવદયાપ્રેમી સહિતનાઓએ શાહી ફેંકવાના મામલે તેમજ અવારનવાર તબીબ અને કર્મચારી પર થતાં હમલાના મામલે કરોડોની સિકયુરીટી શોભાના ગાંઠીયા સમાન હોય લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે.

print

Comments

comments

VOTING POLL