સિવિલ હોસ્પિટલમાં લોકોના પાકિટ સેરવતા વધુ બે ગઠિયા ઝડપાયા

July 12, 2018 at 3:07 pm


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોર ગઠિયા પડયા પાથરિયા રહેતા હોય તેમ રોજબરોજ એક કરતા વધારે મોબાઈલ ચોર કે પાકિટ સેરવતા ગઠિયા પકડવામાં આવે છે ગઈકાલે વધુ બે ગઠિયાને પાકિટ સેરવતા પકડી લઈ પોલીસના હવાલે કર્યા છે.

આ અંગેની વિગત મુજબ સિવિલના કમ્પાઉન્ડમાં આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે આવેલ શિગશર ગામના સબિરભાઈ હુસેનભાઈ હોસ્પિટલના બગીચામાં સુતા હતા ત્યારે રાત્રીના સમયે બે અજાÎયા શખસો સબીરભાઈનું પાકિટ સેરવી ભાગવા જતા સિકયુરિટીમેને ઝડપી લઈ પ્ર.નગર પોલીસના હવાલે કર્યા હતા. ઝડપાયેલા બન્ને ગઠિયાએ શબીરભાઈના પાકિટમાંથી રૂા.800ની ચોરી કરી લીધા બાદ શખસને માથા પર બાંધેલા પાટામાં રૂપિયા છુપાવી દીધા હતા.

print

Comments

comments

VOTING POLL