સિહોરમાં હળવા ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક

May 19, 2017 at 2:03 pm


ધોળા-ઉમરાળા પંથકમાં પણ માવઠાના વાવડ

ગઇકાલ સવારથી વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ કઇ અંશે ઘટ્યુ છે તો બફારો વધતા ભેજ પણ વધ્યુ હોય માવઠાની શકયતા જણાતી હતી. આ વાતાવરણમાં પલ્ટા સાથે સિહોરમાં કાલે માવઠુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત કેટલાક ગામોમાં છાંટા પણ થયાના સમાચાર મળ્યા છે.
ગઇકાલ મોડીસાંજે સિહોર પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્éાે હતો અને હળવા ઝાપટા સાથે માવઠુ થયુ હતુ. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી પરંતુ પછીથી ઉકળાટ વધતા લોકો પરેશાન થઇ ઉઠéા હતા. સિહોર ઉપરાંત ધોળા અને ઉમરાળા પંથકમાં પણ વરસાદી ઝાપટા થયાના વાવડ છે. ભાવનગર શહેરમાં પણ ગઇકાલે રાત્રે ગરમીમાં થાેડી રાહત રહી હતી.
સિહોરમાં માવઠું થતાં જ કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને લોકો પરેશાન થઇ ઉઠéા હતા.

print

Comments

comments

VOTING POLL