સિહોર : ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીની સારવાર માટે કન્ટ્રાેલ રૂમ હેલ્પલાઇન

January 11, 2017 at 2:37 pm


ઉતરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઆેને ઇજા આેથવાનાં અને મૃત્યુનાં બનાવો બને છે. આવા બનાવો આેછા થાય તેમજ ઉકત બનાવોથી ઇજાઆે પામતાં પક્ષીઆેને બચાવવા માટે સરકારનાં વિવિધ ખાતાઆે-જીવદયા પ્રેમી સંસ્થાઆે દ્વારા સુયોજીત રીતે થઇ શકે તે હેતુસર સરકાર Ü્રારા કરૂણા અભિયાન આજ તા.10 થી તા.20 જાન્યુઆરીનાં સમય ગાળા દરમ્યાન શરૂ કરવામાં આવી છે.

કરૂણા અભિયાન અન્વયે સિહોર નગર પાલિકા ચીફ આૅફિસર યાદવની અધ્યક્ષતામાં એક બેઠક આજે નગર પાલિકાના પટાંગણમાં યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગના અધિકારી કર્મચારી તથા જીવદયા પરિવાર સભ્યો હાજર રહ્યા હતા. ખાસ કરીને ઉતરાયણ દરમીયાન પતંગની દોરીથી પક્ષી ઇજા પામનાર મૃત્યુ પામનાર બનાવમાં નગર પાલિકા દ્વારા તાત્કાલિક કંટ્રાેલરૂમ સાથે હેલ્પ લાઈન શરૂ કરાઈ જેમાં લોકોને નંબર(02846) 222057 – 231063 – (101) જાણ કરવા ચીફ આૅફિસર યાદવ દ્વારા અનુરોધ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL