સીએ અને સીએસ પર હવે સેબીના નિયમનની શકયતા

April 4, 2018 at 11:13 am


સેબી હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપ્ની સેક્રેટરીઝને પણ પોતાની દેખરેખ હેઠળ લાવે તેવી શકયતા છે. સેબી એવા નિયમો બહાર પાડશે જેથી કંપ્નીઓ સિકયોરિટીઝના નિયમોનું પાલન કરે અને પબ્લિક શેરહોલ્ડર્સના હિતમાં કામ કરે તે વાની ફર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપ્ની સેક્રેટરીઝ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, વેલ્યુઅર્સ અને મોનિટરિંગ એજન્સીઓની રહેશે. હાલમાં પૈકી મોટા ભાગના સેબીના રેગ્યુલેશન હેઠળ નથી આવતા.
ર8 માર્ચે નિયમનકારના બોર્ડમાં આ દરખાસ્તની ચચર્િ થઇ હતી. આ વિશે ટૂંક સમયમાં ચચર્પિત્ર બહાર પડશે. સેબીએ એક આંતરિક નોટમાં જણાવ્યું કે સિકયોરિટીઝ માર્કેટની સફળ કામગીરીમાં રોકાણકારોનો અત્મવિશ્ર્વાસ સૌથી મહત્વનો છે.
મૂડીની ફાળવણી વિશે નિર્ણય લેવાના હોય ત્યારે રોકાણકાર વિશ્ર્વસનીય અને આધારભૂત નાણાકીય માહિતી ધરાવતા હોય તે આવશ્યક છે. સેબીના માનવા પ્રમાણે લિસ્ટેડ કંપ્નીઓના હિસાબના ઓડિટ વખતે ઓડિટર્સ બેદરકારી દાખવે છે અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની ઘણી વિસંગતતાની ઉપેક્ષા કરવામાં આવે છે. નિયમનકાર એ સુનિશ્ર્ચિત કરવા માગે છે કે વાર્ષિક રિપોર્ટ અને નાણાકીય સ્ટેટમેન્ટ સચોટ હોય અને તેમાં કોઇ ક્ષતિ ન હોય.
સેબીના નોંધમાં જણાવ્યા પ્રમાણે બાહ્ય ઓડિટ અથવા તપાસમાંથી જે માહિતી મળે તેના આધારે શેરધારકો નાણાકીય નિર્ણય લેતા હોય છે. બાહ્ય ઓડિટર્સ અથવા એકઝામિનર સ્વતંત્ર અને પ્રોફેશનલ ક્ષમતા ધરાવતા હોય છે તેથી તેને મુખ્ય ગેટકિપર તરીકે ગણવામાં આવે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર ઇન્સિટટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું નિયમન હોય છે.

print

Comments

comments

VOTING POLL