સીટ તપાસની માંગને અંતે ફગાવાઈ : સુપ્રીમની ટિકા

November 14, 2017 at 7:54 pm


ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકરની પીઠે એક ન્યાયાધીશને સુનાવણીમાંથી હટાવવાના મામલે કરવામાં આવેલી સીટની માંગને ફગાવી દેતા આ મામલે કરવામાં આવેલી રીટથી કોર્ટને નુકસાન થયું હોવાની ફિટકાર પણ આપી છે. સુપ્રીમ કોટેૅ ન્યાયાધીશોના નામ ઉપર લાંચ માંગવાના મામલે સીટ દ્વારા તપાસની માંગણી અંગે કરવામાં આવેલી એક યાચિકાને આજે ફગાવી દીધી છે. કોટેૅ કહ્યું છે કે, આ પ્રકારની યાચિકાથી ન્યાયાધીશોની ઇમાનદારી ઉપર વિના કારણ સંદેહ ઉભો થાય છે. સુપ્રીમ કોટેૅ વકીલ કામીની જયસ્વાલની રીટને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છ ેકે, સીબીઆઈની પ્રાથમિક મહત્વતા કોઇપણ ન્યાયાધીશની વિરુવદ્ધ નથી અને કોઇપણ ન્યાયાધીશ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ કરવાનું સંભવ પણ નથી. આમ છતાં જયસ્વાલ વિરુદ્ધ માનહાનિ ભંગની નાેટિસ જારી કરવામાં આવી નથી. ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકરની પીઠે એક ન્યાયાધીશને સુનાવણીમાંથી હટાવવાના ભાગરુપે કરવામાં આવેલા પ્રયાસ ઉપર પણ કડક શબ્દોમાં ટિપ્પણી કરી અને કહ્યાંું કે આ યોગ્ય નથી. જયસ્વાલ એક વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણના માધ્યમથી આ મામલામાં ન્યાયમૂર્તિ ખાનવીલકરને હટાવવાની માંગણી કરી હતી. ખાનવીલકરે પાેતે આ મામલામાં દૂર થવાનાે ઇન્કાર કરી દીધો હતાે. પીઠે કહ્યું કે, આ પ્રકારની યાચિકાથી સંસ્થાને ખુબ મોટું નુકસાન પહાેંચ્યું છે અને વગર કારણે ઇમાનદારી ઉપર સંદેહ વ્યસ્ત કરવામાં આવ્યો છે. યાચિકામાં એવો દાવો કરાયો હતાે કે, મેડિકલ કોલેજો સાથે જોડાયેલા મામલાઆેન ઝડપથ આટોપવા માટે કથિતરીતે લાંચ લેવામાં આવતી હોય છે.

print

Comments

comments

VOTING POLL