સીદી સૈય્યદ જાળી કોતરણી ઇતિહાસ જોઇને શિન્ઝો ફિદા

September 13, 2017 at 7:49 pm


શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને 444 વર્ષ પ્રાચીન એવી સીદી સૈય્યદની જાળીની કોતરણી અને તેનાે ઇતિહાસ જોઇ આજે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે જાણે ફિદા થયા હતા. સીદી સૈય્યદની જાળીની રચના અને તેનાે ગાૈરવવંતાે ઇતિહાસ જાણી શિન્ઝો અને તેમના પત્ની અકી આબે પ્રભાવિત થયા હતા. મોદીએ તેમને આ ઇતિહાસની ગાૈરવગાથા કહી સંભળાવી હતી. સીદી સૈય્યદની જાળીની અંદરના હિસ્સા સુધી શિન્ઝો અને તેમના પત્ની સાથે માત્ર વડાપ્રધાન મોદી જ સાથે રહ્યાા હતા અને તેઆે જાતે સીદી સૈય્યદ જાળીનાે ઇતિહાસ સમજાવવા જાણે ગાઇડ બન્યા હતા. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશી મિત્ર મહેમાન એવા શિન્ઝો આબે અને તેમના પત્નીને વસ્ત્રાપુરની હોટલ હયાતથી લઇ લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીદી સૈય્યદની જાળી ખાતે પહાેંચ્યા હતા અને આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી. શિન્ઝો અને તેમના પત્ની અકી આબે મોગલકાળની કલાત્મક એવી સીદી સૈય્યદની જાળી તેની કોતરણી, બારીકાઇ અને રચનાને નિહાળી દંગ રહી ગયા હતા. મોદીએ તેમને સતત સીદી સૈય્યદની જાળીના ઇતિહાસ અને સંસ્મરણો વિશે જાણકારી આપતાં નજરે પડતા હતા.

વિશ્વભરમાં સીદી સૈય્યદની જાળીની કલાત્મક નકશીકામ અને કોતરણી સુપ્રસિધ્ધ છે. દરમ્યાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીની એક ઝલક નિહાળવા કોટ વિસ્તારના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતાે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આ વિદેશી મહાનુભાવોને મોદી સાથે જોવા ઉમટી પડયા હતા. જો કે, સીદી સૈય્યદની જાળી ફરતેનાે રોડ કોર્ડન કરી રખાયો હોવાથી લોકોને દૂરથી જ તેઆેને જોઇ સંતાેષ માનવો પડયો હતાે. જેને લઇ લોકોમાં સહેજ નિરાશાની લાગણી પણ જોવા મળી હતી. જો કે, તેમછતાં દૂરથી પણ લોકોએ ભારે ઉત્સાહ સાથે વિદેશી મહાનુભાવો અને વડાપ્રધાન મોદીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ત્રણેય મહાનુભાવોએ પણ લોકોનું દૂરથી હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલી તેમને સત્કાર પ્રતિભાવ આÃયો હતાે. સીદી સૈય્યદની જાળીની મુલાકાત બાદ ત્રણેય મહાનુભાવો સામે જ આવેલી હોટલ અગાશી ખાતે ડિનર માટે પહાેંચ્યા

print

Comments

comments

VOTING POLL