સીબીઆઇના ડાયરેકટર પદની રેસમાં સુબોધ કુમાર જયસ્વાલ, આે.પી સિંહ અને વાઇ.સી મોદીનો સમાવેશ

January 12, 2019 at 10:33 am


આલોક વમાર્એ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)નાં નિર્દેશક પદ પરથી હટાવાયાનાં એક દિવસ બાદ કામિર્ક અને પ્રશિક્ષણ વિભાગ એ એજન્સીનાં નવા નિર્દેશકની શોધખોળ ઝડપી કરી દીધી છે. વિભાગ મહાનિર્દેશક સ્તરનાં ભારતીય પોલીસ સેવાનાં 10 અધિકારીઆેમાંથી અંતિમ નામોમાંથી પોતાની સંક્ષીપ્ત યાદી બનાવવાની કવાયત કરી રહ્યું છે. યાદીમાં 1983, 1984 અને 1985 બેચનાં આઇપીએસ અધિકારીઆેનો સમાવેશ થાય છે.
સુત્રોએ જણાવ્યું કે, સીબીઆઇ નિર્દેશક પદની દોડમાં 1985 બેચનાં આઇપીએસ અધિકારીઅને મુંબઇ પોલીસ આયુક્ત સુબોધ કુમાર જયસ્વાલ, ઉત્તરપ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક આે.પી સિંહ અને રાષ્ટ્રીય તપાસ પંચ (એનઆઇએ)ના પ્રમુખ વાઇ.સી મોદી પ્રબળ દાવેદાર છે. ડીઆેપીટી દ્વારા આશરે 3-4 અધિકારીઆેનાં નામ સીબીઆઇ નિર્દેશક પદ માટે પસંદ કરવામાં આવ્યા બાદ તેમણે પસંદગી સમિતી પાસે મોકલી દેવામાં આવશે.
ત્રણ સભ્યોની પસંદગી સમિતીમાંવ ડાપ્રધાન, ભારતના મુખ્યન્યાયાધીશ અને લોકસભામાં કાેંગ્રેસ નેતાઆેનો સમાવેશ થાય છે, જે બે વર્ષનાં નિિશ્ચત કાર્યકાળ માટે ઉપરોક્ત નામો પૈકી એક અંગે અંતિમ નિર્ણય લેશે. વમાર્નો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવાનો હતો. નવા નામ પર નિર્ણ લેવાની જાહેરાત આ મહિનાના અંતિમ સપ્તાહમાં થઇ શકે છે. નામ નહી જણાવવાની શરતે ગૃહમંત્રાલયનાં અધિકારીઆેએ કહ્યું કે, ડીઆેપીટીને ડિસેમ્બર 2018માં સીબીઆઇ નિર્દેશકની પસંદગી માટે 17 અધિકારીઆેની યાદી મોકલવામાં આવી હતી.
એક અન્ય અધિકારીએ આઇએએનએસને જણાવ્યું કે, ડીઆેપીટી અધિકારીઆેનાં નામોની સંક્ષીપ્ત યાદી બનાવવાની પ્રqક્રયામાં જોડાયેલ છે. યાદીમાં ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઆેમાં અધિકારીઆેનો અનુભવ, સીબીઆઇમાં પહેલા કાર્ય કરવાનો અનુભવ, કેડરમાં સતર્કતા મુદ્દે નિષ્પાદન અને તેમની નિષ્ઠાના આધારે બનાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 2004માં નક્કી દિશાનિર્દેશો અનુસાર, આઇપીએસનાં ચાર સૌથી જુની બેચના સેવારત્ત અધિકારીઆે ઉચ્ચ પદનાં દાવેદાર હશે.

print

Comments

comments

VOTING POLL