સીબીઆઇના પૂર્વ વડા નાગેશ્વર રાવ ઉપર સુપ્રીમ કોર્ટ નારાજઃ એક લાખનો દંડ કોર્ટ ઉઠતા સુધીની સજા
સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવના માફીનામાનો અસ્વીકાર કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે નાગેશ્વર રાવે સ્પષ્ટ પણે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. કોર્ટે રાવ પર એક લાખ રુપિયા દંડ ફટકાર્યો છે અને સાથે જ કોર્ટેની આજની કાર્યવાહી ખતમ થાય ત્યાં સુધી કોર્ટમાં બેસી રહેવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિહારના મુજãફરપુર શેલ્ટ હોમ રેપ કેસમાં તપાસની યથાસ્થિતિને કાયમ રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉંંઘન કરવા નાગેશ્વર રાવે તપાસમાં સામેલ સીબીઆઈ અધિકારી એકે શમાર્ની ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ કોર્ટે રાવને અનાદરની નોટિસ પાઠવી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સવાલ કર્યો કે સીબીઆઈના એક વચગાળાના ડાયરેક્ટર જો આટલી બધી ટ્રાન્સફર ન કરતા તો શું આકાશ તૂટી પડતુંં સીજેઆઈએ કહ્યું કે તેઆે રાવને અનાદરના દોષી કરાર કરશે.
આ દરમિયાન રાવ તરફથી રજૂઆત કરતાં એટોન} જનરલ કેકે વેણુગોપાલે દલીલ કરી કે રાવનો 30 વર્ષનો સારો ટ્રેક રેકોર્ડ છે અને તેઆે પોતાની ભૂલ માટે માફી માંગી ચૂક્યા છે. તેની પર કોર્ટે કહ્યું કે તેઆે રાવના માફીનામાનો અસ્વીકાર કરે છે.
રાવે સોમવારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી માફી માંગી છે. એફિડેવિટમાં નાગેશ્વર રાવે કહ્યું કે તેઆે પોતાની ભૂલ સ્વીકારે છે. નાગેશ્વર રાવ તરફથી દાખલ એફિડેવિટમાં લખ્યું છે કે, કોર્ટના આદેશ વિના મુખ્ય તપાસ અધિકારીની ટ્રાન્સફર નહી કરવા માંગતા હતા, આ મારી ભૂલ છે અને મારી સ્વીકાર કરે. એમ નાગેશ્વર રાવે કોર્ટથી કોઈ શરત વગર માફી માંગી હતી.