સીબીઆઈ પાસે ઓફિસરોની ભારે અછત: મહત્વની તપાસમાં ગતિરોધનો ભય

October 2, 2017 at 10:43 am


શાસકો માટે અત્યંત મહત્ત્વની બની ગયેલી સીબીઆઈની કામગીરી દિવસે ને દિવસે વધી રહી છે. રાજકીય દુશ્મનાવટ અને હિસાબ-કિતાબ સરભર કરવા માટે સીબીઆઈનો બધી જ સરકારો ઉપયોગ કરતી આવી છે પરિણામે તેના પર કામગીરીનો ભાર વધી રહ્યો છે અને સીબીઆઈમાં હવે ફિલ્ડ તપાસનીશો અને અન્ય ઓફિસરોની 20 ટકા જેટલી સ્ટાફની શોર્ટેજ ઉભી થઈ છે.

સીબીઆઈ પર લગભગ ત્રણ ગણો કામનો બોજ વધી ગયો છે અને તેની પાસે સ્ટાફ વધવાને બદલે ઘટી રહ્યો છે. તપાસનીશને સુપરવાઈઝ કરનારા ઓફિસરોની પણ ખેંચ છે. દર વર્ષે 700 કેસની કેપેસિટી કરતાં ત્રણ ગણા કેસ એમની સામે આવી પડયા છે.
ડેટા પરથી જાણવા મળ્યું છે કે સીબીઆઈમાં તમામ રેન્કમાં ઓફિસરોની ખેંચ વતર્ઈિ રહી છે. અત્યારે એજન્સી પાસે એક જ એડિશનલ ડાયરેક્ટર છે જ્યારે આ ચાર પોસ્ટ તો મંજૂર થઈ છે પરંતુ ખાલી છે. જોઈન્ટ ડાયરેક્ટરોની સંખ્યા પણ ઓછી છે. બે મહિનામાં બે જોઈન્ટ ડાયરેક્ટરો રિટાયર થવાના છે અને વધુ ખેંચ પડવાની છે. આમ તપાસમાં પણ ગતિરોધ આવશે. ઘણા બધા કૌભાંડો અને અલગ અલગ કેસોની તપાસમાં અવરોધ ઉભો થશે અને તપાસ પૂર્ણ કરવામાં ઘણું બધું મોડું થઈ શકે છે. સીબીઆઈ મોટાભાગે તો ડેપ્યુટેશન પર રહેલા આઈપીએસ ઓફિસરોને ભાડેથી રાખે છે અને આવા ઓફિસરો પાંચથી સાત વર્ષ સુધી પોતાની સેવા આપે છે. અત્યારે એજન્સીને વર્ષે 1100 જેટલા કેસ મળે છે અને તેને કેપેસિટી ફક્ત 700 કેસની છે માટે ઘણી બધી મહત્ત્વની તપાસમાં પણ અવરોધ આવવાની સંભાવના છે.

print

Comments

comments

VOTING POLL