સુખપરમાં પરિણીતા દોઢ લાખનાે ચુનાે ચોપડીને ફરાર

January 12, 2018 at 10:52 pm


તાલુકાના સુખપરમાં નવોદીત પરિણીતા રૂપિયા દોઢ લાખનાે ચુનાે ચોપડીને ફરાર થઈ જતાં મામલો પાેલીસ મથકે પહાેંચ્યો છે.
જાણવા મળતી વિગતાે મુજબ સુખપરના ઘનશ્યામનગર ખાતે રહેતા જયંતિલાલ હિરજી મેપાણી વલસાડમાં રહેતા પ્રદિપ ગાેહિલના સંપર્કમાં આવ્યા હતા. અને લગ્ન કરવા યુવતી શોધી આપી હતી. નક્કી થયા મુજબ રૂપિયા દોઢ લાખ 31-1રના શિલાના પરિવારજનાેને અપાયા હતા. નવ દિવસ સુધી તેણી રહી હતી અને દસમાં દિવસે સાસુ પ્રેમાબાઈ સાથે મંદિરે દર્શન કરવા ગઈ હતી અને પરત આવતા બાથરૂમ જવાના બહાને ફરાર થઈ ગઈ હતી. આ બનાવમાં માનકુવા પાેલીસ મથકે 9 જાન્યુઆરીના ગુમનાેંધ નાેંધાવાઈ છે જે આધારે તપાસ શરૂ કરાઈ છે.

print

Comments

comments

VOTING POLL