સુપ્રીમનો ચુકાદો લોકતંત્રની વિરૂધ્ધઃ કેજરીવાલનો પ્રતિભાવ

February 14, 2019 at 4:02 pm


સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી સરકાર અને એલજી વચ્ચેના વિવાદ સંબંધે એલજી તરફી ચુકાદો આપ્યો છે તેમ કહીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાનો નેગેટિવ પ્રતિભાવ આપ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે, સુપ્રીમનો ચુકાદો લોકતંત્રની વિરૂધ્ધનો છે અને દિલ્હીને અન્યાયસમાન છે. ભાજપે તરત જ આ અંગે પ્રતિqક્રયા આપીને એવો આરોપ મુકયો છે કે, કેજરીવાલે સુપ્રીમની અવમાનના કરી છે.

સુપ્રીમના ચુકાદા બાદ તરત જ કેજરીવાલે પત્રકાર પરિષદ બોલાવી હતી અને સુપ્રીમના ચુકાદાને અન્યાયકતાર્ ગણાવી દીધો હતો. કેજરીએ કહ્યું કે, કોઈ પણ પ્રકારના પાવર વગર વહીવટ કરવો મુશ્કેલ છે. એમણે એવી નારાજી દશાર્વી છે કે, જો દિલ્હી સરકાર કોઈ અધિકારીની બદલી ન કરી શકે તો વહીવટ ચાલી શકે જ નહી.

ભાજપના પ્રવકતાઆેએ કેજરીવાલના પ્રતિભાવ અંગે એમ કહ્યું છે કે, કેજરીવાલે સુપ્રીમના ચુકાદાની અવમાનના કરી છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ.

print

Comments

comments

VOTING POLL