સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા અરૂણ જેટલીની સેનાના વડા સાથે મુલાકાત

May 19, 2017 at 3:29 pm


જમ્મુ કાશ્મીર આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તંગદિલી અને સેનાની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત કરી હતી. અહીં તેમણે સેનાના વડા કમાન્ડર અને સુરક્ષા ટુકડી સાથે બેઠક કરી અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. નિયંત્રણ રેખા પર આવેલી ફૉરવર્ડ પોસ્ટ પર આ બેઠક કરવામાં આવી હતી.

સીમા પારથી વધતા હુમલા અને આંતરિક બાબતો અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં અલગાવવાદી સંગઠનને સરહદ પારથી મદદ મળી રહી છે તેવું જાણવા મળ્યું છે. જેથી આ સંદર્ભે લાગતી વળગતી એજેન્સીઓ જરૂરી પગલાં લેશે.

print

Comments

comments

VOTING POLL