સુરતના વેપારીએ ૧.૮૨ લાખની મતાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી

October 12, 2017 at 12:13 pm


સુરત ખાતે રહેતા અને વેપાર સાથે સંકળાયેલા જિતેન્દ્ર ચાવલાએ અમદાવાદ રેલવે પોલીસમાં રૂપિયા ૧.૮૨ લાખની ચોરી મામલે ફરિયાદ નોંધાવી છે.આ મામલે રેલવે પોલીસ સૂત્રોના કહેવા અનુસાર,સુરતના જિતેન્દ્ર ચાવલા, રહે નંદનવન ,વેડ રોડ,સુરત ગત ૨૩ સપ્ટેમ્બરના રોજ દિલ્હી-રોહીલા ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હતા એ સમયે અમદાવાદ નજીક તેમના સામાનમાંથી અજાણ્યા શખ્સો દ્વારા રૂપિયા ૫૦ હજાર રોકડ રકમ ઉપરાંત રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે.રેલવે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL