સુરેન્દ્રનગરના ખારવામાં પૈસા બાબતે હથિયારોથી મારામારી
July 6, 2018 at 11:19 am
ખારવા ગામમાં સાંજે પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. મામલો બીચકાતા હથિયારોથી સામસામે હુમલો થતા દિપકભાઈ, મફાભાઈ સહિત ત્રણ લોકો ઘાયલ થતા વઢવાણ પોલીસ મથકે 6 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. વઢવાણના ખારવા ગામમાં પૈસાની લેતીદેતી બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણ કરતા લોખંડની પાઇપો અને લાકડીઓથી સામસામી બંને પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ખારવા ગામના દિપક મંડોરીયા , મફા મંડોરિયા સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. મામલો વઢવાણ પોલીસ મથકે પહોંચતા દિપક અને મફાએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ખારવા ગામના વિક્રમ મંડોરીયા, નરેશ મંડોરીયા, મફા મંડોરીયા, દિપક મંડોરીયા, દિલીપ મંડોરીયા અને માનસરોવર તળાવ પાસે સાયલામાં રહેતા મનસુખ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ સી.એ.એરવાડીયા ચલાવી રહ્યાં છે.