સુરેન્દ્રનગરના વેપારીઓ સાથે ફ્રેન્ચાઇઝીના બહાને છેતરપિંડી કરનારો અમદાવાદથી ઝબ્બે

July 6, 2018 at 11:24 am


સુરેન્દ્રનગર સીટીમાં ફ્રેન્ચાઇઝી આપવા દુકાન રાખી લેવાના બહાને ખોટા નામ ધારણ કરી લોકોને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરતા ચીટર એજન્ટ પ્રણવ ઉર્ફે પપ્પુ ઉર્ફે સોનીકાકા ઉર્ફે પ્રવિણ સોનીને અમદાવાદમાંથી પોલીસે દબોચી લીધો હતો. સુરેન્દ્રનગર સીટી બી ડિવીઝન પોલીસે આ શખ્સને 13,61,479 ના મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગર સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં થોડા મહિનાઓ પહેલા રાજેશ પટેલ નામના શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. આ શખ્સ અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે હોવાની દીગપાલસિંહ સરવૈયા અને વનરાજસિંહ સોલંકીને બાતમી મળી હતી. આથી પ્રણવ ઉર્ફે પપ્પુ ઉર્ફે સોનીકાકા પ્રવિણભાઈ સોનીને એમ્પાયર્સ હાઇટસ ઇસનપુર, અમદાવાદથી દબોચી લીધો હતો. જેમાં તેણે 13,61,479નો મુદ્દામાલ છેતરપિડીથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. આથી બી ડિવીઝન પોલીસના શાંતુભાઈ, અનિરૂધ્ધસિંહ, રાજેશભાઈ પટેલ વગેરે સ્ટાફના માણસોએ અમદાવાદ જઇ તેની અટક કરી હતી.જેમાં તેના ઘેરથી રોકડા રૂપિયા 1,05,000, મોબાઇલ ફોન, કાર સહિત રૂપીયા 4,82,900નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે હાથીજણ પાસે તેના ગોડાઉનમાંથી એલીઇડી, પ્રિન્ટર, લેપટોપ, એસી, પંખા સહિત 8,78,579નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL