સુવઈ – ગેડી અને નાગપુર લોદ્રાણીમાંથી 30 જુગારી 1.3ર લાખની રોકડ સાથે ઝડપાયા

September 5, 2018 at 9:57 pm


ગાંધીધામ ઃ પુર્વ કચ્છના સુવઈ, ગેડી અને નાગપુર લોદ્રાણીમાં ગંજીપાનાનાે જુગાર રમતા 30 જુગારીઆે 1.3ર લાખની રોકડ સાથે ઝડપાયા હતા. રાપર પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતુંક ે, સુવઈના આંબેડકરનગરમાં એક મકાનમાં નાલ ઉઘરાનવીને રમાતા જુગાર ઉપર પાેલીસે રેડ પાડીને નરેશ મોહન મહેશ્વરી, નીલેશ નરશી મહેશ્વરી, સુભાષ પ્રેમજી મહેશ્વરી, મનસુખ લાલુ મહેશ્વરી, બાબુ કચરા પઢીયાર, રમેશ ઉગા મહેશ્વરી, અરવિંદ ગાેવા મહેશ્વરી, નરેશ કરમશી મહેશ્વરી, વેલજી મોહન પરમાર, રાહુલ નરશી મહેશ્વરી, અને દિનેશ જેઠા ખાણીયાને રોકડા રૂા. રર800, દસ મોબાઈલ સહિત કુલ રૂા. 96800ની માલમતા સાથે પકડી પાડયા હતા.

બીજા બનાવમાં પાેલીસે કહ્યું હતું કે ગેડીના મોટાવાસમાં જુગાર રમતા ખીમા કલા દૈયા, મહેશ ખોડીલાલ દોશી, સામતા કાથા દૈયા, નવીન ખોડીલાલ દોશી, વિસા બાઉદૈયા, ડાયા દબા ગામોટ, લખમણ વેરા દૈયા, ભીમા અજા પરમારને રોકડ રૂા. 98800, મોબાઈલ સહિત કુલ રૂા. 1પ8પ00ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

ત્રીજા બનાવમાં બાલાસર પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતુંક ,ે નાગપુર લોદ્રાણીમાં જુગાર રમતા છગન મેરામણ ધેયડા માવજી રામા ધેયડા, ગાેવા રવા ધૈયડા, અશોક રાયમલ ધૈયડા, ગેલા માદેવા, તુલસી ખાના ચાવડા, શ્રવણ બધા ધૈયડા, કરમણ ભીખા ધૈયડા, અને ભીમા માદેવ ધૈયડાને રોકડા રૂા. 10પ00 સાત મોબાઈલ સહિત કુલ રૂા. 14પ00 સાથે ઝડપી પાડયા હતા.

print

Comments

comments

VOTING POLL