સુશાંત અને કૃતિ વચ્ચેના સંબંધની હાલ ભારે ચર્ચા

January 4, 2017 at 6:29 pm


બાેલિવુડમાં નવા આશાસ્પદ સ્ટાર સુશાંતસિંહ રાજપુત અને કૃતિ સનુન વચ્ચેના સંબંધ હવે દિનપ્રતિદિન મજબુત બની રહ્યાા છે. હાલમાં નવા વર્ષની ઉજવણી સાથે મળીને કર્યા બાદ તેમના સંબંધોને લઇને ફરી એકવાર ચર્ચા શરૂ થઇ છે. લંડનમાં બન્ને હાલમાં ભારે મસ્તી કરતા નજરે પડâા હતા. તેમની સાથે આવી રહેલી ફિલ્મ વેળા પણ સંબંધોની ચર્ચા રહી હતી. જો કે બન્નેએ સંબંધોના અહેવાલને રદિયો આપ્યો હતાે. સુશાંતસિંહ ના ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સાથેના સંબંધ કૃતિના કારણે જ તુટી ગયા હોવાના હેવાલ હાલમાં આવી ચુક્યા છે. સુશાંત અને કૃતિ બન્ને નવા વર્ષની ઉજવણી સાથે મળીને કરતા દેખાયા બાદ પ્રેમ સંબંધોની ચર્ચા ફરી શરૂ કરવામા ંઆવી છે. તેમના કેટલાક ફોટા વાયરલ પણ થઇ ગયા છે.

બન્ને દ્વારા પાેતાના સંબંધોની વાત કેટલાક સમયથી છુપાવવામાં આવી રહી છે. જો કે ફોટો કઇ અલગ વાત કરે છે અને નવા સંકેત પણ આપે છે. બન્ને એક વાત તાે નિખાલસ પણે કબુલે છે કે તેમની વચ્ચે ખુબ સારી મિત્રતા રહેલી છે. થોડાક સમય પહેલા તેમનાે એક ફોટો ટ્વીટર પર વાયરલ થયો હતાે. જેમાં સુશાંત અને કૃતિ ખુબ જ ઇન્ટીંમેન્ટ નજરે પડી રહ્યાા હતા. આ એક પાટીૅના ફોટો હતા. કેટલાક ફોટો તેમની સાથે આવી રહેલી ફિલ્મમાંથી વાયરલ થયા હતા. જેની ભારે ચર્ચા જોવા મળી હતી. કૃતિ સનુન બાેલિવુડમાં હાલમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. તેની પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મો છે. જેમાં એક બરેલી કી બરફીનાે સમાવેશ થાય છે. કૃતિએ બાેલિવુડ કેરિયરની શરૂઆત ટાઇગર શ્રાેફ સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે કરી હતી. ત્યારબાદ હાલમાં તે રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે પણ નજરે પડી હતી. જેમાં તેની સાથે વરૂણ ધવન અને શાહરૂખ ખાન હતાે.

print

Comments

comments

VOTING POLL