સુષ્મા પછી હવે ઉમા ભારતીએ પણ લોકસભાની ચૂંટણી નહી લડવાની કરી જાહેરાત

December 4, 2018 at 3:29 pm


તાજેતરમાં જ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આગામી 2019ની ચૂંટણી નહી લડવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક મહિલા નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ પોતે લોકસભા ચૂંટણી નહી લડનાર હોવાની જાહેરાત કરી છે. આમ ટૂંકા સમયગાળામાં જ ભાજપના બે દિગ્ગજ મહિલા નેતાઆેએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરતાં ભાજપ માટે આ બન્ને નેતાઆેનો વિકલ્પ શોધવો એક પડકાર બની જશે તેવું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી છેલ્લા ઘણા સમયથી પોતાના મત વિસ્તારમાં જીતતા આવ્યા છે અને તેઆેની મતદારો ઉપર મજબૂત પક્કડ રહેલી છે.

print

Comments

comments

VOTING POLL