સૃજના આયોજિત સુર, તાલ અને ગાયનનો સંગમ: બનશે યાદગાર અનુભવ

May 23, 2017 at 6:17 pm


વિજય ઠક્કર
ન્યુ જર્સી
અમેરિકામાં ન્યૂ જર્સી ખાતે “સૃજના”ના ઉપક્રમે પદ્મભૂષણ અને ગ્રેમી એવૉર્ડ વિજેતા વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત ક્રીશ્નમોહન ભટ્ટ, વિશ્વ વિખ્યાત સેક્સોફોનીસ્ટ જ્યોર્જ બ્રુક અને નિહાર મહેતાના ઇન્ડિયન અને વેસ્ટર્ન ક્લાસિકલ, ફોક અને ફ્યુઝનનો મ્યુઝિકલ કૉન્સર્ટ “સંગમ”યોજાશે.
સૃજનાના આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી ગુરૂવાર તારીખ ૨૫મે ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમ્યાન નિકોલસ હોલ, ન્યૂ બ્રન્સવિક, ન્યૂ જર્સી ખાતે આ ભવ્ય કૉન્સર્ટ યોજાશે. સૃજના એ સાહિત્ય, સંગીત, નાટક, અને અન્ય લલિત કલાઓને અને કલાસાધકોની સૃજનશીલતાને બિરદાવતું…પ્રોત્સાહિત કરતું અને એને અમેરિકાના ભારતીય સમુદાયના ભાવક શ્રોતા-દર્શકો સાથે અનુસંધાન કરી આપતું એક સેતુરૂપ ગ્રૂપ છે. સૃજનાએ વર્ષ ૨૦૧૭ની સીઝનની શરૂઆત એક ભવ્ય અને સીમાચિહ્નરૂપ કાર્યક્રમથી કરવાનું નક્કી કર્યું અને સંગમ એ આવોજ બેનમૂન કાર્યક્રમ બની રહેશે.
અમેરિકાના ફક્ત ભારતીય સમુદાયના નહિ પરંતુ સંગીતના તમામ ગુણી શ્રોતાઓ માટે સ્મૃતિમાં ચિરંજીવ રહે તેવો આ કાર્યક્રમ બની રહેશે. પદ્મભૂષણ,પદ્મશ્રી અને ગ્રેમી એવૉર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટનું એમના દ્વારા નિર્માણ પામેલું એક તન્તુવાદ્ય મોહનવીણા અને એનું મંત્રમુગ્ધ કરી દેતું વાદન શ્રોતાઓને સંમોહક અવસ્થામાં લઈ જશે અને
પંડિત વિશ્વમોહન ભટ્ટના પાવરહાઉસ પરફોર્મન્સના અગણિત ચાહકો વિશ્વના ચારેય ખૂણે ફેલાયેલા છે અને એટલેજ પંડિત વિશ્વમોહનજીને ભારતીય સાંસ્કૃતિક એમ્બેસેડર કહેવામાં આવે છે. પાશ્ચાત્ય વાદ્ય હવાઇયન ગીટારનું ભારતીય સ્વરૂપ તે મોહનવીણા એ સંગીત વિશ્વને પંડિત વિશ્વમોહન ભટ્ટની અમૂલ્ય ભેટ છે. આપણા વાદ્યો સિતાર સરોદ અને વીણાની ટેક્નીક્સનું સંયોજન કરીને પંડિતજીએ બનાવેલી મોહનવીણાએ વિશ્વના લોકોનું ધ્યાન એ તરફ આકર્ષિત કર્યું. વિશ્વવિખ્યાત શાસ્ત્રીય સંગીતગુરુ પંડિત રવિશંકરના શિષ્ય પંડિત વિશ્વમોહન ભટ્ટની સાથે શાસ્ત્રીય રાગોની ગાયકીના અને ફોક ના ઉસ્તાદ ગાયક પંડિત ક્રીશ્નમોહન ભટ્ટને સાંભળવા એ સ્વર્ગીય આનંદની અનુભૂતિ સમાન છે. પંડિત ક્રીશ્નમોહન ભટ્ટના શાસ્ત્રીય ગાયનની આગવી પદ્ધતિ એ ગાયકી, તંત્રકારી ટેકનીક્સ અને સ્વર નિયોજનનું બેમિસાલ સંયોજન છે અને તત્પશ્ચાત એમાંથી નીપજતા પંડિતજીના ગાયનમાં એમની મૌલિકતા, કલાભીગ્નતા અને અનુભૂતિના ઊંડાણનું પ્રત્યાયન શ્રોતા સુધી બેહદ ખુબસુરતીથી થાય છે અને એમનું શાસ્ત્રીય રાગો કે ફોકનું ગાયન શ્રોતાઓમાં આનંદાશ્ચર્ય પ્રગટાવે છે. પંડિત કૃષ્ણમોહન ભટ્ટની પ્રારમ્ભિક તાલીમ પંડિત રવિશંકર, પંડિત નીખીલ બેનર્જી અને અલી અકબરખાન સાહેબના શાગિર્દ તરીકે થઇ અને ત્યાર બાદ એ ગાયકીની એક આગવી તરાહને અનુસર્યા જોકે એમની આગવી ગાયન પદ્ધતિ પર ૨૦મી સદીના શિરમોર સમા ગાયકીના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, અબ્દુલ કરીમ ખાન અને બેગમ અખ્તરની ગાયકીનો પ્રભાવ વર્તાય છે.
સંગમનું એક આગવું આકર્ષણ છે વિશ્વ વિખ્યાત સેક્સોફોનીસ્ટ જ્યોર્જ બ્રૂક. જ્યોર્જ બ્રૂક એ એક બહુપ્રસ અને વિવિધતા ઉપસાવતા સેક્સોફોનીસ્ટ અને સ્વર નિયોજક છે અને એનું એક મહત્વનું પ્રદાન એ છે કે જ્યોર્જે જાઝ અને ઇન્ડિયન ક્લાસિકલ વચ્ચે બ્રીજ બનીને સંગીતના જાણકારોનો ખૂબ બહોળો પ્રતિસાદ મેળવ્યો છે.જ્યોર્જે ઝાકીરહુસેન, સ્ટીવ સ્મિથ, ફરીદ હક્ક અને બોમ્બે જાઝ નાં સહયોગથી ઇન્ડિયન ફ્યુઝન ગ્રૂપ સ્થાપ્યું. વિશ્વનો એવો કોઈ પ્રતિષ્ઠિત સંગીત સમારોહ નથી જ્યાં જ્યોર્જનું ઈલેક્ટ્રીફાઈંગ પર્ફૉર્મન્સ ના થયું હોય. સૃજનાના સંગીતના આ જલસાનું એક અત્યંત સબળું પાસું બની રહેશે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તબલા વાદક શ્રી નિહાર મહેતાની તબલા પર સંગત. અમદાવાદમાં વિશ્વપ્રસિધ્ધ સપ્તક સંગીત સમારોહના આયોજક એવા સંગીતની ભવ્ય પરંપરા નિભાવતા પરિવારમાં જન્મેલા અને જેને ગળથૂથીમાંથી જ સંગીત મળ્યું છે એવા નિહાર મહેતાએ પંડિત કિશન મહારાજના શિષ્ય અને એમના કાકા શ્રી નંદન મહેતા પાસેથી તબલાની તાલીમ હાંસલ કરી ઉપરાંત પંડિત પૂરન મહારાજ પાસેથી પણ સંગીતની તાલીમ લીધી. હાલમાં ફ્રાન્સમાં સ્થાયી થયેલા નિહાર મહેતા ફ્રાંસ અને યોરોપીયન દેશોમાં કોન્સર્ત્સનું આયોજન કરે છે.

print

Comments

comments

VOTING POLL