સેક્યુલર મોરચો બનાવીને અખિલેશને કાકાએ જ આપ્યો ઝટકો

August 30, 2018 at 10:39 am


સમાજવાદી પાર્ટીમાં ઘણા લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ કયેલા વરિષ્ઠ નેતા શિવપાલસિંહ યાદવે લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને જોરદાર ઝટકો આપ્યો છે. તેમણે બુધવારે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી હતી. શિવપાલે કહ્યું કે આ મોરચાથી તેઆે સંગઠનમાં ઉપેક્ષિત ચાલી રહેલા કાર્યકતાર્આેને જોડશે. તેનું અભિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશથી શરૂ કરવામાં આવશે. દાવો કરાયો કે સેક્યુલર મોરચો ઉત્તરપ્રદેશમાં મજબૂત વિકલ્પ તરીકે સામે આવશે. નાના દળોને પણ તેમાં જોડવાનું કામ કરાશે.

બે વર્ષથી સપા પ્રમુખ અખિલેશના વલણથી નારાજ ચાલી રહેલા શિવપાલનું ધૈર્યએ ગઈકાલે જવાબ આપી દીધો છે. મીડિયા સાથે વાતચીતમાં તેનું દર્દ છલકાઈ ગયું હતું. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી લાંબા સંઘર્ષ બાદ બની હતી. તેમાં અનેક મોટા મોટા નેતાઆે રહ્યા હતાં પરંતુ લાંબા સમયથી મને કોઈ કામ આપવામાં નથી આવી રહ્યું અને ન તો કોઈ મને કંઈ પૂછી રહ્યું છે. આવામાં મારા સામે બીજો કોઈ રસ્તો જ નહોતો. મારો પ્રયાસ હશે કે એવા લોકોને જોડવામાં આવે જેમનું પાર્ટીમાં સન્માન નથી. એટલા માટે સેક્યુલર મોરચો બનાવીને પોતાના લોકોને કામ આપવામાં આવ્યું છે જેથી લોકો સાથે વાત કરીએ અને સામાન્ય જનતાને જોડવામાં આવે. જિલ્લામાં આવેલા બૂથ પર સંગઠન મજબૂત કરવાની ચિંતા કરે. અમે ઈચ્છીએ છીએ કે સમાજવાદી પાર્ટી ન તૂટે એટલા માટે મોરચો બનાવાયો છે.

print

Comments

comments

VOTING POLL