સેક્સી દિશા પાટની બાગી-2 ફિલ્મમાં ટાઇગર સાથે દેખાશે

August 8, 2017 at 4:49 pm


બાગી-2 ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદથી બાેલિવુડમાં ફિલ્મને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેની ચર્ચા ફિલ્મની સિક્વલની જાહેરાત કરાયા બાદ શરૂ થઇ હતી. જો કે હવે ચર્ચાનાે અંત આવી ગયો છે. દિશા પાટણી સિક્વલ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે તેવી જાહેરાત હવે કરી દેવામાં આવી છે. ફિલ્મમાં શરૂઆતમાં અભિનેત્રીને લઇને અનેક નામો સપાટી પર આવ્યા હતા. સાજિદે આખરે જાહેરાત કરી દીધી છે કે દિશા પાટણી મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે. દિશાને મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. સાજિદ ટાઇગર સાથે જ મોટા ભાગે ફિલ્મો બનાવે છે. સાજિદે કહ્યાુ છે ક દિશા ટાઇગર સાથે હિરોઇનની ભૂમિકા અદા કરનાર છે. સાજિદ પહેલાથી જ ફિલ્મમાં ફ્રેશ જોડી ચમકાવવા માટે ઇચ્છુક હતા. જેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

લુક ટેસ્ટમાં જોયા બાદ બન્નેની કેમિસ્ટ્રી જોરદાર દેખાઇ રહી છે. પ્રાેજકેટ પર હવે ટુંક સમયમાં કામ શરૂ કરાશે. એક્શન સિકવન્સ માટે ટ્રેિંનગ લેવા માટે ટાઇગર આગામી મહિનામાં હાેંગકાેંગ જશે. માર્શલ આર્ટસના ડિરેક્ટર હેઠળ ટ્રેિંનગ લેનાર છે. તે એક મહિના સુધી તાલીમ લેનાર છે. ચાઇનીઝ માર્શલ આર્ટસ કરતા અલગ ટ્રેિંનગ લેશે. અહેમદ ખાન ઇચ્છે છે કે સિક્વલ ફિલ્મમાં સ્ટન્ટને અલગ રાખવામાં આવે. પ્રથમ ફિલ્મ બાેક્સ આેફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. જેથી બીજા ભાગને વધારે મશાલા સાથે બનાવવાની તૈયારી છે. ટાઇગર પાસે પણ હાલમાં કેટલીક સારી ફિલ્મો આવી રહી છે. તે એક્શન ફિલ્મોમાં વધારે અસરકારક સાબિત થઇ રહ્યાાે છે. દિશા સાથે ટાઇગરના સંબંધોને લઇને પણ ભુતકાળમાં ચર્ચા રહી છે. બન્ને વચ્ચે પ્રેમ સંબંધની વાત મિડિયામાં પણ પ્રકાશિત થઇ ચુકી છે.

print

Comments

comments

VOTING POLL