સેડાતામાં ગેરકાયદેસર વીજ લાઇનનું કામ બંધ કરાવાયું

February 12, 2018 at 9:20 pm


ભુજ તાલુકાના સેડાતા ગામમાં વીજ કંપનીઆે દ્વારા નખાતા ગેરકાયદેસર થાંભલાઆે અને વીજલાઈન નું કામ આજે ગ્રામજનો દ્વારા બંધ કરાવાયું હતું.ભુજ તાલુકાના સેડાતા ગામમાં ખાનગી વીજ કંપનીઆે દ્વારા 33 કેવીની લાઈનો પસાર કરવા માટે મોટા મોટા વીજ થાંભલાઆે નાખવામાં આવી રહ્યા હતા.આ અગાઉ પણ અહીયા 66 કેવીની વીજ લાઇનના મોટા ટાવર ઉભા કરવામાં આવ્યા હતા.આ કામકાજ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું.જેના માટે ગ્રામપંચાયતની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નહોતી.આ અંગે તંત્ર ને રજુઆત કરવામાં આવી પરંતુ તંત્ર એ કોઈ નક્કર પગલાં ભર્યા ન હતા. આથી ગ્રામજનોએ આ કામ બંધ કરાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો.આ અંગે સેડાતા ગામના સરપંચ શ્રી લતીફ આમદ રાઠોડે જણાવ્યું કે કંપની એ આ અંગે પૂર્વ મંજૂરી લીધી નહોતી .અને આ બાંધકામ ગૌચર જમીન અને ખેડૂતોની જમીન પર કરવામાં આવી રહ્યું હતું.જેનાથી ગામને વ્યાપક નુકશાન જઈ રહ્યું હતું.આથી સરપંચ અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નાેંધાવીને સિવિલ કામ કરતા મજૂરોને હાંકી કાઢ્યા હતા

print

Comments

comments

VOTING POLL