સેનાને રાજનીતિથી દૂર રાખવી જોઈએ: જનરલ બિપીન રાવત

December 7, 2017 at 11:10 am


ભૂમિદળના વડા જનરલ બિપીન રાવતે બુધવારે કહ્યું હતું કે સશસ્ત્ર દળોનું રાજનીતિકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને રાજનીતિથી દૂર રાખવા જોઈએ. જનરલ રાવતે કહ્યું હતું કે ગતિવંત લોકતંત્ર માટે સેનાને રાજનીતિથી દૂર રાખવી જરૂરી છે. સેનાનું રાજનીતિકરણ થઈ રહ્યું હોવાનું અમે જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે ખૂબ જ બિનસાંપ્રદાયિક માહોલમાં કામ કરી રહ્યા છીએ. આપણું ખૂબ જ ગતિવંત લોકતંત્ર છે, જેમાં સેનાને રાજનીતિથી દૂર રાખવી જોઈએ. આ અંગે વધુ સ્પષ્ટતા કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં બોલતા જનરલ રાવતે કહ્યું હતું કે જૂના જમાનામાં એવો નિયમ હતો કે સેનામાં મહિલા અને રાજનીતિ વિશે ચચર્િ જ થતી ન હતી. પરંતુ આ બન્ને વિશે ચચર્િ થવા લાગી જે ન ્થવું જોઈએ.

print

Comments

comments

VOTING POLL