સેફની ફિલ્મ શેફનુ ગીત રજૂ કરાયા બાદ ચાહકોમાં ચર્ચા

September 13, 2017 at 6:15 pm


સેફ અલી ખાન પાેતાની આવનારી ફિલ્મ શેફને લઇને હાલમાં ભારે ચર્ચામાં છે. સેફની ફિલ્મ શેફનુ આજે બપાેરે એક ગીત રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકોમાં આની ચર્ચા જોવા મવી રહી છે. ગીત તમામને પસંદ પડી રહ્યાુ છે. સાથે સાથે આ ગીત હવે ધુમ મચાવે તેવી શક્યતા છે. આ ગીત ફિલ્મમાં સેફ અલી ખાન અને પÈાપ્રિયા પર રાખવામાં આવ્યુ છે. આ ગીતનુ સંગીત અમાલ મલિકે આપ્યું છે. સાથે સાથે આ ગીત રશ્મી વિરાગ દ્વારા લખવામાં આવ્યુ છે. આશરે અઢી મિનિટના આ ગીતમાં સેફ અલી ખાન અને પÈાપ્રિયાની લવ સ્ટોરીમાં ફ્લેશબેક દશાૅવવામાં આવે છે.

ફિલ્મ શેફ વર્ષ 2014માં આ જ નામથી તૈયાર કરવામાં આવેલી ફિલ્મ શેફની રિમેક છે. આ ફિલ્મમાં એક શેફ રોશન કાલરાની લાઇફ દશાૅવવામાં આવી છે. રોશન કાલરાની ભૂમિકામાં ફિલ્મમાં સેફ અલી ખાન નજરે પડનાર છે. જેની લાઇફમાં ફુડ ફેમિલી અને લવની બાબતને એક સાથે જુદી જુદી રીતે દશાૅવવામાં આવી છે. ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધોને પણ યોગ્ય રીતે ખાટી મિઠી રીતે દશાૅવવામાં આવ્યા છે. સેફ અલી ખાન હાલમાં બાેલિવુડમાં વધારે ફિલ્મ કરી રહ્યાાે નથી. તે ફ્લાેપ સ્ટાર તરીકે સાબિત થઇ રહ્યાાે છે. કરીના કપુર સાથે લગ્ન કર્યાબાદ તે વધારે ફિલ્મ કરી રહ્યાાે નથી. સાથે સાથે તેની પાસે મોટા બેનરની મોટી ફિલ્મ પણ આવી રહી નથી. સેફ અલી ખાને બાેલિવુડમાં જોરદાર રીતે એન્ટ્રી કર્યા બાદ કેટલીક સારી ફિલ્મો કરી હતી. જો કે તે વધારે સુપરસ્ટાર ખાન ત્રિપુટીની જેમ લોકપ્રિય થઇ શક્યો નથી. સેફે તમામ મોટી સ્ટાર સાથે ભૂમિકા અદા કરી છે. કરિશ્મા કપુર, રવિના ટંડન અને પાેતાના સમયની મોટી સ્ટાર સાથે તે દેખાયો હતાે.

print

Comments

comments

VOTING POLL