સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી એસ8 અને એસ8+ સ્માર્ટફોન

April 20, 2017 at 11:21 am


સેમસંગના લેટેસ્ટ ફોન ગેલેક્સી એસ8ને લઈને ભારતીય મોબાઈલ ગ્રાહકોની આતૂરતાનો અંત આવી ગયો છે. ગ્લોબલ લોન્ચિંગના માત્ર એક મહિનાની અંદર જ વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન કંપ્ની સેમસંગે ગેલેક્સી એસ8ને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપ્નીએ ગેલેક્સી એસ8ની સાથે જ એસ8 પ્લસને ભારતમાં લોન્ચ કર્યો છે.
સેમસંગ ગેલેક્સી એસ8ની ભારતમાં કિંમત 57,900 રૂપિયા છે. ગેલેક્સી એસ8+ 64,900 રૂપિયામાં ઉપલબ્ધ હશે. ફોનનું વેચાણ 5 મેથી શરૂ થશે. બન્ને સ્માર્ટપોન માટે પ્રી બુકિંગ બુધવારે 19 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. ફોનનાં વેચાણ માટે કંપ્નીએ દેશની દિગ્ગજ ઇકોમર્સ કંપ્ની ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યો છે. ફ્લિપકાર્ટ ઉપરાંત આ ફોન સેમસંગ ઇન્ડિયા સ્ટોર પર પણ ઉપલબ્દ હશે. કંપ્ની લોન્ચિંગ ઓફર અંતર્ગત વાયરલેસ ચાર્જર ફોનની સાથે આપશે.
સેમસંગે ગેલેક્સી એસ8 અને એસ8+માં પોતાનું વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ‘બિક્સબાય’ આપ્યું છે. એટલે કે આ સીરીઝની સાથે આ ફીચર ડેબ્યૂ કરી રહ્યું છે. આ ફીચર એપલના સીરી ગૂગલના ગૂગલ અસિસ્ટન્ટ અને માઈક્રોસોફ્ટના કોરટાનાની જેમ કામ કરશે. આ ફીચર યૂઝરના વોઈસ કમાન્ડ પર કામ કરે છે. સેમસંગે આ બન્ને ફ્લેગશિપ સ્માર્ટપોનમાં ‘બિક્સબાય’ એપ પ્રી ઇન્સ્ટોલ રહેશે. એટલે કે યૂઝરે તેને ડાઉનલોડ નહીં કરવી પડે.
આ બન્ને સ્માર્ટફોનમાં ગેલેક્સી એસ8 અને એસ8+ બાયોમેટ્રિક સિક્યુરિટી ફીચર આપવામાં આવ્યા છે. આ ફીચરની મદદતી યૂઝર અલગ અલગ સિક્યુરિટીના ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમાં આઈરિસ સ્કેનર, ફિન્ગરપ્રિન્ટ, ફેસ પેટર્ન, પાસવર્ડ સામેલ છે. આઈરિસ સ્કેનરની મદદથી યૂઝર સ્માર્ટફોનને આંખની મદદથી અનલોક કરી શકશે. એટલે કે એક જ પલકારામાં ફોન અનલોક થઈ જશે.
ગેલેક્સી એસ8માં 5.8-ઇંચ ક્યુએચડી + (14402960 પીક્સલ) સુપર એમોલ્ડ ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટપોનમાં ક્વાલકોમ કંપ્નીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસસર છે.
આ ઓક્ટોકોર 10એનએમ પ્રોસેસર (ફોર કોર ક્લોક્ડ 2.3 ગિગાહટર્‌સ + ફોર કોર ક્લોક્ડ 1.7 ગિગાહટર્‌સ)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000ની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 148.9 બાય 68.18 એમએમ અને વજન 155 ગ્રામ છે. ગેલેક્સી એસ8+માં 6.2 ઇંચ ક્યુએસડી + (14402960 ) સુપર એમોલ્ડ ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા હશે જ્યારે ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ કંપ્નીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.
આ ઓક્ટા કોર 10 પ્રોસર (ફોર કોર ક્લોક્ડ 2.3 ગિગાહટર્‌સ + ફોર કોર ક્લોક્ડ 1.7 ગિગાહટર્‌સ)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000 એમએએચની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 159.573.48.1 એમએમ અને વજન 173 ગ્રામ છે.

print

Comments

comments

VOTING POLL